ઈલિયાશ શેખ :- સંતરામપુર
રાજસ્થાન થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો:
કારમાં ચોર ખાનું બનાવી લઈ જતા આરોપીને સંતરામપુર પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
સંતરામપુર તા. ૧૮
રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે, સફેદ કલરની આઈ-ટેન કારની સીટમાં,ડેકીમાં તેમજ પાછળની લાઈટમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા આરોપીને સંતરામપુર પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ઉપરી અધિકારીઓની સૂચના મુજબ સંતરામપુર પી આઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની આઈ-ટેન કાર ઈંગ્લીશ દારૂ ભરીને રાજસ્થાન થી અમદાવાદ તરફ જનાર છે તેવી બાતમી આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.કે.ડીંડોર સ્ટાફના માણસો સાથે શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી તાપસ કરી રહ્યા હતા તે દરમિયાન હ્યુન્ડાઇ કાર GJ.27.C.7190 ત્યાં આવતા તેને ઉભી રાખી ગાડીમાં ચેક કરતા ગાડીની ડેકી તથા ગાડીમાં સીટ નીચે અને પાછળના લાઈટની અંદર બનાવેલ ચોર ખાનમાં તપાસ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી મળી 114 નંગ બોટલો જેની કિંમત રૂ.59,790 તથા એક મોબાઈલ જેની કિંમત રૂ.5000 તથા કાર જેની કિંમત રૂ.2,50,000 મળી કુલ રૂ.3,14,790 ના મુદ્દામાલ સાથે દારૂ ભરીને જતા કાર ચાલક આરોપી ભીમરાય દેવરામ ચૌધરી, રેહવાસી, ગોદારો દરજીઓકી ધાની બાંટા ,તાલુકો ગુડામલાની જિલ્લો બાડમેર રાજસ્થાન,પોલીસે તેને મુદ્દામાલ સાથે પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.