
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે જય ગોપાલક ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું
તુલસી વિવાહનાં વરઘોડામાં મોટી સંખ્યામાં અભલોડ ગામના ભક્તો ઉમટી ઉપડ્યા
ગરબાડા તા. ૨૪
વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પરંપરા મુજબ ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે જય ગોપાલક ગ્રુપ દ્વારા ઠાકોરજી અને તુલસીનો લગ્ન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ મોંઘેરા પ્રસંગમાં હાજરી આપવા ગોપાલક ગ્રુપ તેમજ અભલોડ ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અભલોડ ગામમાં તુલસી વિવાહ
નિમિત્તે વરઘોડો પણ નીકળ્યો હતો અને ધામધૂમથી ઠાકોરજી અને તુલસીજીના વિવાહની ઉજવણી કરવામાં આવી હતી