
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
માંડલી હાઇસ્કુલ ખાતે કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
સંજેલી તાલુકા કક્ષાનો “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” કાર્યક્રમ માંડલી હાઇસ્કૂલ ખાતે યોજાયો.
સંજેલી તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ હેઠળ “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” નું આયોજન.
મુખ્ય મંત્રીનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો.
સંજેલી તા. ૨૪
સંજેલી તાલુકાના માંડલી હાઈસ્કૂલ ખાતે આજરોજ કૃષિ મહોત્સવ ૨૦૨૩ હેઠળ “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો.સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ધ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત સંજેલી તાલુકાનો તાલુકા કક્ષાનો “કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” કાર્યક્રમ માંડલી હાઇસ્કૂલ ખાતે યોજાયો. કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ કરણસિંહ સોમજીભાઈ ડામોર માન. જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદ હાજર રહ્યા હતા. જેમાં તેઓએ ખેડૂતોને પ્રાકુતિક ખેતી તરફ વળવા તેમજ ખેતીની નવીન ટેકનોલોજી અપનાવવા બાબતે ખેડૂતોને આહવાન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. જી. કે. ભાભોર કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ એ ઉપસ્થિતિ ખેડૂતોને રવિ કૃષિ પાકો વિષે માહિતગાર કર્યા હતા.કાર્યક્રમની સ્વાગત વિધિ કૃણાલ ડામોર, તાલુકા વિકાસ અધિકારી સંજેલી ધ્વારા કરવામાં આવેલ તેમજ આભારવિધિ જે.જી.રાઠોડ વિસ્તરણ અધિકારી ખેતી ધ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌએ માન. મુખ્ય મંત્રીનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુવોના હસ્તે ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સાલ અને પ્રમાણપત્ર થી સન્માન કરાયું હતું.ખેડૂતો કૃષિ વિભાગની યોજનાઓ વિષે વધુ માહિતગાર બને તે હેતુ થી ૧૫ કૃષિ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેતીવાડી યોજના વિષે, પી.એમ. કિશાન યોજના, પ્રાકૃતિક ખેતી સ્ટોલ, બાગાયત, પશુપાલન, સહકાર વિભાગ, જી.જી. આર. સી સુક્ષ્મ સિંચાઈ, ખેત ઓજાર સ્ટોલ, નેનો યુરીયા/ડી.એ.પી., બિયારણ અને દવાના સ્ટોલ વિગેરે સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેની મુલાકાત સૌ મહાનુભાવો અને ખેડૂતોએ લીધી હતી. તેમજ આ સ્ટોલ બે દિવસ સુધી પ્રદર્શન કરવામાં આવશે તેની ખેડૂતો મુલાકાત લઇ શકશે..