
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તળાવ માં લીલા કાંસમાં ફસાઈ ગયેલ ગાયનું રેસ્ક્યુ કરી બચા. વી લેવાઈ
ગરબાડા તા ૨૫
ગરબાડા ના રામનાથ સરોવર માં પાણી ઉપર ઉગેલી નીકળેલ લીલી વનસ્પતિ ના ભવંર માં એક ગાય ફસાઈ ગય હતી. કલાક સુધી ગાય બાહર નીકળવા નો પ્રયત્ન કરતી રહી પરંતુ નીકળી શકાયું નહીં.તળાવ માં ગાય ફસાઈ ની જાણ લોકો ને થતાં લોકો જોવા ટોળે વળ્યા હતાં. ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક તરવૈયાઓને બોલાવી દોરડા લાવી ગાય ને બચાવવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું.હીરાભાઈ ભાભોર અને રણજીતભાઇ ભાભોર દ્વારા ગાયને બચાવવા તાળાવ માં ઉતરી મહામુસીબતે ગયા ને લીલી વનસ્પતિ માંથી ફસાયેલી ગાય ને બાહર નીકાળવા પ્રયત્ન કર્યો.અંતે હેમખેમ પ્રકારે ગાયને બાહર નીકાળવા માં બંન્ને તરવૈયાઓ સફળ થયા.ગાયનુ રેસ્ક્યુ દેખાવ તળાવ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.અને બચાવ બાદ બન્ને તરવૈયાઓ નું લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.