ભારત દેશના આન બાન શાન તીરંગાનુ ઝાલા વસૈયા ચોક ખાતે દાહોદ સાંસદના હસ્તે લોકાર્પણ..
નગરપાલિકા દ્વારા યોજિત કાર્યક્રમમાં ઝાલોદ સાંસદ, ફતેપુરા સાંસદ, નગરપાલિકા પૂર્વ કાઉન્સિલરો ,પોલીસ સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
ઝાલોદ તા. ૨૫

ઝાલોદ નગરના મુવાડા ચોકડી ખાતે ઝાલા વસૈયા ચોક પર ભારત દેશનુ ગૌરવ એવા રાષ્ટ્રધ્વજ તિરંગાનુ લોકાર્પણ આજરોજ તારીખ 25-10-2023 ના બુધવારના રોજ દાહોદ સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રધ્વજના લોકાર્પણ પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં દાહોદ જિલ્લા સાંસદ, ઝાલોદ અને ફતેપુરાના ધારાસભ્યો, મામલતદાર,નાયબ મામલતદાર ,નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો , ડી.વાય.એસ.પી તેમજ નગરજનો ઉપસ્થિત રહેલ હતા. આ સભાની શરુંવાત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત ગીત અને પ્રાર્થના દ્વારા સભાની શરુંવાત કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લા સાંસદ દ્વારા રાષ્ટ્રધ્વજના લોકાર્પણ પહેલા નગરમાં ચાલતી યોજનાઓ અને આવનાર સમયમાં હાથ ધરવામાં આવનાર કામગીરીની જાણકારી આપી હતી. ભારત દેશના સ્વર્ણિમ ઉજવણી પ્રસંગે 13 લાખના ખર્ચે બારેમાસ સતત અવિરત રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાશે તે માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રધ્વજ જમીન થી 100 ફૂટ ઉંચો હવામાં સદાય લહેરાતો રહેશે. આ રાષ્ટ્રધ્વજ અંદાજીત 20 ફૂટ ઉંચો અને 30 ફૂટ પહોળો છે. રાષ્ટ્રધ્વજના લોકાર્પણ પ્રસંગે નગરના લોકો આ ગૌરવવંતી ક્ષણને નિહાળવા મોટાં પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. નગરપાલિકા દ્વારા તિરંગા ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હતા. આ નજારો જોવા લાયક હતો આખું નભ તિરંગા ફુગ્ગા સાથે છવાઈ ગયું હતું.
દાહોદ જિલ્લા પોલિસ દ્વારા આ સ્વર્ણિમ પ્રસંગને યાદગાર બનાવવા માટે પોલિસ બેન્ડ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીતનું સંગીત વગાડવામાં આવ્યું હતું સાથે સાથે રાષ્ટ્રગીત પૂરું થતાં આમંત્રિત મહેમાનો , નગરજનો તેમજ પોલિસ સ્ટાફ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
