વિદ્યા સહાયક ની ભરતીમાં આદિવાસી સમાજને ઘોર અન્યાય થયો..  ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ ખાલી હોય તેમાં આદિવાસી સમાજ માટે ફક્ત 26 જેટલી જગ્યા ફાળવવામાં આવી ..

Editor Dahod Live
2 Min Read

વિદ્યા સહાયક ની ભરતીમાં આદિવાસી સમાજને ઘોર અન્યાય થયો..

 ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ ખાલી હોય તેમાં આદિવાસી સમાજ માટે ફક્ત 26 જેટલી જગ્યા ફાળવવામાં આવી ..

હાલ ગુજરાત રાજ્યમાં વિદ્યા સહાયકની ભરતી ચાલુ રહી હોય તેમાં જિલ્લા પસંદગી કેમ્પ ગાંધીનગરમાં ચાલી રહ્યો હોય અને આ ભરતીમાં ધોરણ 1થી5 કુલ 1000 જગ્યાઓ ભરવાની હોય તેમાં આદિવાસી અનામત માટે કુલ 140 જગ્યાઓ મળવી જોઈએ તેની બદલે ફક્ત 26 જગ્યાઓ ફાળવવામાં આવી છે જ્યારે ગુજરાત સરકાર તારીખ 10-10-2022 ના રોજ વિદ્યા સહાયક ભરતી જાહેર કરી હતી જેમાં ધોરણ 6 થી 8 માં 1600 અને ધોરણ 1 થી 5 માં 1000 એમ કુલ 2600 જગ્યા જાહેર કરવામાં આવી હતી જેમાં ધોરણ એક થી પાંચમાં 1000 જગ્યાઓમાં આદિવાસી માટે ફક્ત 26 જગ્યાઓ મૂકવામાં આવી આદિવાસી સમાજમાં ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર શિક્ષણ મંત્રીને મળ્યા આ અન્યાયની રજૂઆત કરવામાં આવી હતી તેમજ આદિવાસી સમાજના સાંસદ તથા ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવેલ પરંતુ આ બાબતે કશું જ ધ્યાને લેવામાં નથી આવ્યું જ્યારે આદિવાસી સમાજને નોકરીઓથી વંચિત રાખવાના એક ષડયંત્રના ભાગરૂપે આ ભરતીમાં અન્યાય સામે કાંઈ કશું બોલવા તૈયાર નથી અને સરકારમાં આદિવાસી સમાજ માટે કશું બોલતા જ નથી જ્યારે આ ભરતીમાં આદિવાસી વસ્તી ધરાવતા અંબાજી થી ઉમરગામ સુધીના 14 જિલ્લા બાકાત રાખવામાં આવેલા હોય તે અને શિક્ષકોની ઘટ હોવા છતાં આદિવાસી વસ્તીમાં જિલ્લા શિક્ષકો મળવાના નથી આદિવાસી ટેટ 1 ટેટ 2 બે પાસ ઉમેદવારો સરકાર પાસે ન્યાયની આશા રાખેલ છે પરંતુ ટેટ 1અને ટેટ 2 એસટી ઉમેદવારોને અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે (જ્યારે આદિવાસી અનામત સીટો પર ચૂંટાયેલા સંસદ સભ્યો તથા ધારાસભ્યો પણ આ અન્યાય સામે બોલવા તૈયાર નથી જ્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પોતે આદિવાસી હોવા છતાં આ બાબતમાં આદિવાસી જાતિને ન્યાય ન અપાવી શક્યા નથી જેના પગલે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Share This Article