અસલામત સવારી એસ ટી અમારી:કાલમુખી એસટી બસના બે બનાવોમાં યુવાન કાળનો કોળિયો બન્યો.  દાહોદમાં બે જુદા-જુદા સ્થળે એસટી બસની અડફેટે એક નું મોત:ઈજાગ્રસ્ત…

Editor Dahod Live
3 Min Read

અસલામત સવારી એસ ટી અમારી:કાલમુખી એસટી બસના બે બનાવોમાં યુવાન કાળનો કોળિયો બન્યો.

 દાહોદમાં બે જુદા-જુદા સ્થળે એસટી બસની અડફેટે એક નું મોત:ઈજાગ્રસ્ત…

દાહોદ તા.19

 દાહોદમાં એસટી વિભાગના ચાલકો પોતાના કબજાનું વાહન બેફિકરાઈપૂર્વક હંકારી લાવી બે જુદા-જુદા સ્થળે બાઈક ચાલકોને અડફેટમાં લેતા એક યુવાનનું મોત નીપજવા પામી હતું. જ્યારે બીજા બનાવમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળેલ છે. જોકે આ બંને બનાવોમાં એસટી બસના ચાલકો દારૂના નશાની હાલતમાં એસ.ટી.બસ હંકારી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે જુદા જુદા પોલીસ મથકોમાં અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ બન્ને બનાવોમાં એસટી વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

 

 એસટી બસનો અકસ્માત સર્જવાનો પ્રથમ બનાવ દાહોદ શહેરના આઇ.ટી.આઈ નજીક બનવા પામ્યો હતો.જેમાં દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતો સંજય કિશોરી નામનો યુવક પોતાના કબજા હેઠળની Gj-20-AS-157 નંબરની મોપેડ ગાડી લઈને તેની સાસરીમાં નગરાલા ગામ તરફ જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં દાહોદના આઈ.ટી.આઈ નજીકથી ત મોપેડ ગાડીના ચાલકને પાછળથી પૂરપાટ આવતી એસટી બસના ચાલકે મોપેડને ટક્કર મારી જમીન ઉપર પાડી દેતા સંજય કિશોરીને માથાના ભાગે તેમજ શરીરના ભાગે એસટી બસનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળે ભેગા થયેલા આસપાસના લોકોએ 108 મારફતે સંજય કિશોરીને દાહોદના ઝાયડાસ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબો એ સંજય કિશોરીને મૃત જાહેર કરતા તેની લાશને પીએમ રૂમમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ છાપરી ગામે તેના પરિવારજનોને તથા તેના સગા સંબંધીઓને કરાતા તેઓ પણ આઈ.ટી.આઈ નજીક દોડી આવ્યા હતા.અને આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

 

જયારે એસટી બસનો બીજો બનાવ દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીક બનવા પામ્યો હતો જેમાં દાહોદના એસટી ડેપોમાંથી હિમ્મત નગરના પેસેન્જરો અને દાહોદથી પેસેન્જરો લઈને મધ્યપ્રદેશના ઉજ્જૈન જતી Gj-18-Z-8076 હિંમતનગર-ઉજ્જૈન એસટીબસ દાહોદના બસ ડેપો ખાતેથી ઉજ્જૈન જવા રવાના થઈ દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીકથી પસાર થઈ રહી હતી તે સમયે એસટી બસના પાછળના ભાગે બાઈક ચાલક એસટી બસને અડી જતા તે બાઈક ચાલક જમીન ઉપર પટકાયો હતો.અને એસટી બસ ચાલક અને અન્ય સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જ્યારે બન્ને વચ્ચે મામલો થાળે પાડી બાઈક ચાલક અને એસટી બસ ચાલકને સમજાવી જવા દેવાયા હતા.જેમાં બાઈક ચાલક એસટી બસની પાછળ અડી જતા એસટી બસના ચાલકે બસ ઉભી રાખી હતી. અને સ્થાનિક લોકો ટોળે વળતા બન્ને વચ્ચે માથાકૂટના દ્રશ્યો ઉભા થયા હતા.અને આખરે મામલો થાળે પાડી જવા દેવામાં આવ્યા હતા.

Share This Article