નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.૦૯
દાહોદ તાલુકાના રામપુરા ગામના જંગલમાં એક સગીર વયના પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો આત્મહત્યા કરી લેતા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી છે. ચર્ચાઓ પ્રમાણે પ્રેમ સંબંધમાં એકબીજાનું જીવન સાફલ્ય ન થતાં અને સમાજ આડખીલી રૂપ હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્રેમી પંખીડાએ પોતાનું જીવન ટુંકાવી નાંખવા ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તેજલબેન ખુમસીંગભાઈ સંગાડા (ઉ.વ.૧૬, રહે.રોઝમ,ઉભમ ફળિયુ,તા.જી.દાહોદ) અને કરણભાઈ બારીઆ (ઉ.વ.૧૭, રહે.છાપરી,તા.જી,દાહોદ) એમ આ એક પ્રેમી પંખીડાએ ગત તા.૦૭મી એપ્રીલના રોજ રાત્રીના દશેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના રામપુરા જંગલમાં એક ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વહેલી સવારે પરિવારજનોની ભારે શોધખોળ બાદ પણ આ બંન્ને પ્રેમીપંખીડા પરિવારને ન મળતા અને આખરે માહિતી મળી હતી કે રામપુરાના જંગલમાં કોઈના મૃતદેહો ઝાડ સાથે લટકાતા હોવાની પરિવારજનોને જાણ થતાં બંન્નેના પરિવારજનો જંગલ ખાતે દોડી ગયા હતા જ્યા બંન્નેના મૃતદેહોને ઝાડ પર લટકતા જાઈ પરિવારમાં આક્રંદનું મોજુ ફરી વળ્યું હતુ. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ તાબડતોળ રામપુરા ખાતે દોડી ગઈ હતી અને બંન્ને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી પી.એમ.અર્થે નજીકના દવાખાને મોકલી આપ્યા હતા.
આ સંબંધે સગીરાના પિતા ખુમસંગભાઈ બચુભાઈ સંગાડા (રહે. રોઝમ, ઉભમ ફળિયુ,) દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.