ગુજરાતમાં રાજ્યવ્યાપી પોલીસ અધિકારીઓના બદલીઓના દોરમાં દાહોદના ૪ પોલીસ અધિકારીઓ બદલાયા… 

Editor Dahod Live
2 Min Read

ગુજરાતમાં રાજ્યવ્યાપી પોલીસ અધિકારીઓના બદલીઓના દોરમાં દાહોદના ૪ પોલીસ અધિકારીઓ બદલાયા… 

એક પીઆઇ તેમજ ૩ પીએસઆઇ બદલાયા ત્રણ નવા પીએસઆઈ દાહોદ ખાતે નિયુક્ત કરાયા.

દાહોદ તા.૩૦

ગુજરાત પોલીસ મહાનિર્દેશક દ્વારા તાજેતરમાં 47 જેટલા બિન હથિયાર ધારી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 127 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. જેમાં દાહોદ જિલ્લામાંથી એક પી.આઈ તેમજ ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેના પગલે દાહોદ જિલ્લામાંથી ચાર જેટલા પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી ત્રણ જેટલા પીએસઆઇઓની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા તાજેતરમાં ૪૭ જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ 127 જેટલા પોલીસ સબઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં પેરોલ ફર્લોમાં ફરજ બજાવતા ધવલ .એમ. હરીપરાની રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે તેમની જગ્યા ખાલી પડેલી છે .તદપરાંત દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દીનાબેન પટેલની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તો દાહોદમાં ફરજ બજાવતા પીએસઆઇ નરવતસિંહ પ્રતાપભાઈ સેલોટની પંચમહાલ ખાતે બદલી કરવામાં આવી છે. તો સાથે સાથે દેવગઢબારિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એમ.પટેલની ગુજરાત એ.ટી.એસમાં બદલી કરવામાં આવી છે ઉપરોક્ત ત્રણેય પીએસઆઇઓની જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવતા તેમની જગ્યાએ વલસાડમાં ફરજ બજાવતા ગામીત રવિકુમાર જગુભાઈની વલસાડ ખાતેથી ખરાડી રાગિનીબેન ચંદ્રકાંતભાઈની ગાંધીનગર થી દાહોદ ખાતે બદલી કરાય છે તેમજ ખેડા-નડિયાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા બારૈયા ધનવાન રાજેન્દ્ર કુમારની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે.

 આમ ગુજરાત પોલીસ મહાનિર્દેશક દ્વારા સાગમટે કરાયેલી બદલીઓમાં ત્રણ પીએસઆઈ તેમજ એક પીઆઇ ની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો તેમની જગ્યાએ ત્રણ પીએસઆઇઓની દાહોદ ખાતે બદલીઓ કરવામાં આવી છે જ્યારે પી.આઈ ની જગ્યા હાલ પૂરતી ખાલી રાખવામાં આવી છે..

Share This Article