ગરબાડા તાલુકાના અભલોડ ખાતે થી નવયુવક દ્વારા કુવામાં પડેલા મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના અભલોડ ખાતે થી નવયુવક દ્વારા કુવામાં પડેલા મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

તારીખ : 30 મે

પોતાના જીવના જોખમે રાષ્ટ્રીય પક્ષીનું રેસ્ક્યું કરતો નવયુવાન

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 29 મે ના રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે ખેડા ફળિયામાં કુવામાં મોર પડેલો જોવા મળતા ત્યાંથી પસાર થતાં ભાભોર વિરલભાઈ દ્વારા પોતાના જીવના જોખમે કુવામાં ચલાગ મારી અને મોરનું રેસ્કયું કર્યું હતું અને વિરલભાઈએ જણાવ્યું હતું કે મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે જે ને બચાવવું એ આપણી સૌની નૈતિક ફરજ છે તેમને મે કૂવામાં પડેલો મોર જોઈને કૂવામાં ચલાગ લગાવી અને મોરને બચાવી પોતાની નૈતિક ફરજ બજાવી છે તેમ જણાવ્યું હતુ

Share This Article