પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવા છતાંય લગ્નસરાની સિઝનમાં પ્લાસ્ટિક અને ફાઇબર નો ધૂમ ઉપયોગ.
સંતરામપુર તેમજ આસપાસના વિસ્તારમાં ચાલતા લગ્નસરાના સિઝનમાં લાસ્ટ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ફાઇબર નો ધૂમ ઉપયોગ: નાના વેપારીઓ તંત્રના ટાર્ગેટ ઉપર જયારે ઉત્પાદકો સામે કાર્યવાહી ક્યારે..?
સંતરામપુર તા.17
ગુજરાત સરકારનો પ્લાસ્ટિક અને ફાઇબરનો પ્રતિબંધ હોવા છતાંય સૌથી વધારે લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકના ગિલાસો અને ફાઇબરની ડીસોનો ઉપયોગ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર નાના વેપારીઓને ટાર્ગેટ બનાવે છે. પરંતુ ઉત્પાદકો સામે કોઈ કાર્યવાહી નહીં કરતું નહીં જેના પગલે તંત્રની કાર્યવાહી સામે નાના વેપારીનો જ મરો થાય છે. જોકે સંતરામપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તે માટે પ્લાસ્ટિકની આઈટમ ઉપર કપ ગ્લાસ અને ફાઇબર ડીસો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો.અને જ્યારે સંતરામપુરમાં વેપારીઓ વેચાણ કરતા હોય તો તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ વસૂલ કરાય છે પરંતુ સૌથી વધારે ઉત્પાદકો ફાઈબર ફાઇબરની ડીશો અને ગ્લાસો પ્રોડક્શન કરીને માર્કેટની અંદર વેચાણ માટે મુકતા હોય છે ઉત્પાદકો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તંત્ર પોતાની ફોર્માલિટી પૂરી કરવા વ્યાપારીઓને જ ટાર્ગેટ બનાવતી હોય છે હાલમાં સંતરામપુર નગરમાં અને તાલુકામાં ગામડે ગામડે લગ્ન પ્રસંગની સિઝન પુર જોશમાં ચાલી રહેલી છે ત્યારે સંતરામપુર નગરના અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર જમણ વારમાં પ્લાસ્ટિકના ગ્લાસો અને ડીશો નો ઉપયોગ થતો હોય છે અને આ જમ્યા પછી અને તેનો ઉપયોગ કર્યા પછી સંતરામપુરમાં અને ગ્રામ્ય વિસ્તારના ખુલ્લા ખેતરોમાં ખુલ્લામાં ફેંકી દેવાય છે આના કારણે પ્રદુષણ ફેલાતું હોય છે અને મોટા પાયા નુકસાન થતું હોય છે સંતરામપુર નગરમાં રખડતા પશુઓ અને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ મો મારીને તેને વાગોળતાઓ અને ખાઈ જતા હોય છે અને આના કારણે પશુઓની મોટા પ્રમાણમાં નુકસાન પણ થતું હોય છે પ્રદૂષણ મુક્ત કરવા માટે ગામડાઓ અને શહેર સ્વચ્છ રહે તેના માટે સરકારે સતત પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરેલો છે તેમ છતાં હજુ પણ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં મોટાભાગના ઉત્પાદકો તેનું ધૂમ વેચાણ કરી રહ્યા છે અને સૌથી વધારે અમદાવાદ બરોડા અને રાજકોટથી હાલોલ કાલોલ મોટાભાગની ફેક્ટરીઓમાંથી આવા પ્લાસ્ટિકના ગ્લાસો અને ફાઈબર એન્ડ ડીસો હજુ પણ લાખોની સંખ્યામાં રોજ આવતી હોય છે સરકાર એક બાજુ પ્લાસ્ટિક બંધ કરવા માટેનું નિયમો બહાર પાડે છે અને તંત્રને આદેશ કરે છે જ્યારે બીજી બાજુ ઉત્પાદકો સામે પ્લાસ્ટિક અને ફાઇબર ડીસો ઉત્પાદન કરવા માટેનું છૂટ અને આપતી હોય છે આના કારણે મોટા પ્રમાણમાં હજુ પણ પ્લાસ્ટિકનો ફેલાવો જ્યાં દેખો ત્યાં વધારે પ્રમાણમાં ઉપયોગ થવાનો જોવા મળી આવતું હોય છે આના કારણે મોટાભાગના પશુઓને અને હાનિકારક ઊભું થયેલું છે ઉત્પાદકો સામે સરકાર પ્રતિબંધ મૂકવામાં આવે તો શહેર નગર અને ગામડાઓમાં પ્લાસ્ટિક મુક્ત થઈ શકે છે.