
ઈરફાન મકરાણી :- દે. બારીયા
દાહોદની આસપાસ 4400 હેક્ટર ઘાસબીડ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસનું એકત્રીકરણ કરવામાં આવ્યું…
દાહોદ સહિત આસપાસની ફોરેસ્ટ ની જમીનમાં દર વર્ષે 25 થી 30 લાખ કિલો જેટલી ઘાસનું એકત્રીકરણ…
૩૩ લાખ કરતા ઉપરાંત બજાર કિંમતની ભાવનું ઘાસ વિનામૂલ્યે વાઢવાની મંજૂરી: ચાલુ વર્ષે 1460 લાભાર્થીઓએ સરકારી પરિપત્ર મુજબ ઘાસનું વાઢકામ કર્યું
દાહોદ તા.03
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવેલી અફાટ વનરાજીમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ એકત્ર કરવામાં આવેલ છે.તાજેતરમાં આવેલા આંકડા મુજબ દાહોદ,રામપુરા, લીમખેડા અને બારીયા ખાતે આવેલા ઘાસ ગોડાઉનમાં ચાલુ વર્ષ દરમિયાન 80 લાખ કિલો જેટલો ઘાસ ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવેલો છે.જેથી જરૂરિયાત મુજબ
અછતગ્રસ્ત વિસ્તારોમાં આ ઘાસ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસા પછી પરિપક્વ થયેલા ઘાસને વન વિભાગ દ્વારા 24 લાખ કિલો જેટલો ઘાસનો જથ્થો એકત્ર કરવાનું બાકી રહેતા આ ઘાસ આજુબાજુની ગામની મંડળીઓના સભ્યો દ્વારા સરકારના પરિપત્ર મુજબ વિના મૂલ્ય વાઢવાની મજૂરી આપતા સ્થાનિક લોકોએ આ ફોરેસ્ટ ની જમીનમાં વાઢકામ કરેલું છે.જેમા 1460 જેટલા લાભાર્થીઓને ઉપયોગમાં લેવા માટે ઘાસ લઈ જવાની મંજૂરી આપેલ છે. એક અંદાજ મુજબ આ વન વિભાગમાંથી આશરે ૩૩.૯૦ લાખ જેટલી મૂલ્યની ઘાસ બ્રિડને
લોકોમાં વહેંચણી કરી દેવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ નજીક આવેલા રામપુરા ગ્રાસ બીડ તરીકે ઓળખાતો 4400 હેક્ટર જેટલો વિસ્તાર માંથી 25 થી 30 લાખ કિલો જેટલું ઘાસ એકત્ર કરવામાં આવેલ છે. તો સાથે સાથે અફાટ વનરાજી થી ઘેરાયેલા આ વિસ્તારમાં લેઝર ફ્લોરીકન એટલે ખડમોર સહિત 175 જેટલી પક્ષીઓ આ ગ્રાસ ભીડમાં વસવાટ કરે છે. તદુપરાંત આ વિસ્તારમાં દિપડા, નીલ ગાય જંગલી ભૂંડ, વનિયર શિયાળ ઝરખ, અજગર જેવા વનની પ્રાણીઓ જોવા મળે છે.