Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લા ભાજપના દરેક કાર્યકર્તા માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

April 2, 2023
        528
દાહોદ જિલ્લા ભાજપના દરેક કાર્યકર્તા માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

રાજેશ વસાવે દાહોદ 

દાહોદ જિલ્લા ભાજપના દરેક કાર્યકર્તા માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદ દાહોદ જિલ્લા ભાજપના દરેક કાર્યકર્તા માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યોશહેરના ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલના માર્ગદર્શન હેઠળ આજે તા.૦૨/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને CPR તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઝાયડસ હોસ્પિટલ ખાતે યોજાયેલ CPR તાલીમ આપવાના કાર્યકર્મમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તેમજ તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામએ “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” અંતર્ગત તાલીમનો લાભ લીધો હતો. જે કાર્યકર્તાઓએ ભાગ લીધો એ તમામ કાર્યકર્તાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, જિલ્લા પંચાયત પ્રમૂખ શિતલ બેન વાઘેલા, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ તાલુકા ભાજપ પ્રમૂખ મુકેશભાઈ લબાના, હિમાંશુ પંચાલ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ભાજપ શહેર પ્રમુખ પ્રશાંતભાઇ દેસાઈ, મહામંત્રી અર્પિલ શાહ, દાહોદ શહેર યુવા મોરચા મહામંત્રી અલય દરજી, દાહોદ ડોકટર સેલના સંયોજક ડો.કે.આર. ડામોર તેમજ જિલ્લાના, તાલુકાના અને શહેરના હોદ્દેદાર – કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ તાલીમ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા આપવામાં આવી હતી.દાહોદ જિલ્લા ભાજપના દરેક કાર્યકર્તા માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

શંકર આમલિયર જિલ્લા ભાજપ પ્રમુખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!