
દાહોદના હાટ બજારમાં બકરા વેચવા આવેલા મોટી ખરજના વ્યક્તિ તેમજ વચ્ચે છોડાવવા પડેલા ચાર વ્યક્તિઓને છ ઈસમોના ટોળાએ ફટકાર્યા.
દાહોદ તા.22
દાહોદ શહેરના ગરબાડા ચોકડી પર હાટ બજારમાં બકરા વેચવા આવેલા ઈસમને ક્રુજરમાં ભરીને આવેલા તેમના જ ગામના છ ઈસમોએ રસ્તામાં રોકી બકરાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા તે સમયે ભેગા થયેલા લોકોએ મામલો થાળી પાડી દીધો હતો ત્યારબાદ ઉપરોક્ત છ ઈસમો લોખંડ પાઇપ સાથે કીકયારીઓ પાડતા જઈ હાટ બજારમાં આવી બકરા વેચવા આવેલા વ્યક્તિને આ બકરા અમારા છે તું ક્યાંથી વેચવા આવ્યો તેમ કહી ઝપાઝપી દરમિયાન ગડદાપાટુનો માર મારતા તે સમયે વચ્ચે છોડાવવા પડેલા એક વ્યક્તિઓને માર મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
દાહોદ તાલુકાના મોટી ખરજ માળ ફળિયાના રહેવાસી રમેશભાઈ મલસિંગભાઇ ડામોર ગતરોજ છ બકરા લઈ દાહોદના હાટ બજારમાં વેચવા નીકળ્યા હતા તે સમયે ગરબાડા ચોકડી પર મહિન્દ્રા શોરૂમ ની સામે બકરાઓ લઈને ઉભા હતા તે સમયે તેમના જ ગામના અનેશભાઈ બાબુભાઇ ભાભોર, બાબુભાઇ માલસિંગભાઇ ભાભોર, ક્નેશભાઈ લાલુભાઇ ભાભોર, રમસુભાઈ હુમલાભાઈ ભાભોર, દિનેશભાઈ મલસિંગભાઇ ભાભોર તેમજ કનેશભાઈ સમસુભાઈ નિનામા ક્રુઝર ગાડીમાં આવી રમેશભાઈ ડામોરના બકરાઓની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે આસપાસના ભેગા થતા ઉપરોક્ત ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા.ત્યારબાદ રમેશભાઈ પોતાની સાથે લાવેલા બકરા હાટ બજારમાં વેચવા જતા રહ્યા હતા. જ્યાં પણ ઉપરોક્ત ઈસમો લોખંડની પાઇપો તેમજ લાકડીઓ સાથે સજજ થઈ કીકયારીઓ પાડતા જઈ રમેશભાઈ પાસે આવી તું આ બકરા ક્યાંથી લાવ્યો છે આ બકરા અમારા છે. તેમ કહી રમેશભાઈ જોડે ઝપાઝપી કરતા તેને માર મારવા લાગ્યા હતા તે સમયે તેમના જ ગામના વજેસિંગભાઈ રમેશભાઈ,પરેશભાઈ અને મહેશભાઈ,વજેસીંગભાઈ વચ્ચે છોડાવવા પડતા ઉપરોક્ત ઈસમોએ રમેશભાઈની સાથે સાથે વચ્ચે છોડાવવા પડેલા ચારેય ઇસમોને પણ ગડદાપાટુનો માર મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે મોટી ખરજ ગામના રમેશભાઈ મલસિંગભાઇ ડામોરે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત છ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.