Friday, 18/10/2024
Dark Mode

દાહોદના સાયકલીસ્ટે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની યાત્રા માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી..

March 5, 2023
        349
દાહોદના સાયકલીસ્ટે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની યાત્રા માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી..

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

 

દાહોદના સાયકલીસ્ટે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની યાત્રા માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી..

દાહોદના સાયકલીસ્ટે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની યાત્રા માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી..જી

દાહોદ તા.05

 

દાહોદ શહેરમાં રહેતા એક સાયકલાર નવી દિલ્હી થી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની સાયકલ રાઈડ ૬ દિવસમાં સફળતા પુર્વક પાર કરી હતી. આ સાયકલ રાઈડ દરમ્યાન ડેપ્યુટી ઓફ નેપાળ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. આખા ભારત દેશમાં દાહોદના આ યુવક સાથે કુલ ૭ સાયકલ રાઈડર્સે આ સાયકલીંગમાં ભાગ લીધો હતો. આ સાયકલ રાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને નેપાળ દેશ વચ્ચે મિત્રતતા વધારવા, હેલ્થ અને અવરેનેશ, ઝીરો ફુડ વેસ્ટેજના સંદેશો ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઠેર ઠેર આ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. દાહોદ શહેરમાં રહેતાં અને સાયકલીંગનો શોખ ધરાવતાં આસીફભાઈ મલવાસી સાથે ભારત દેશના કુલ ૦૭ સાયકલીસ્ટ દ્વારા તારીખ ૨૦મી ફેબ્રુઆરીના રોજ સવારે નવી દિલ્હીથી નેપાળના કાઠમંડુ સુધીની ૧૦૪૪ કિલો મીટરની સાયકલ રાઈડ ૬ દિવસમાં સફળતાપુર્વક પાર કરી હતી. દાહોદના સાયકલ રાઈડ કરનાર આસીફભાઈ પાસેથી જાણવા મળ્યા અનુસાર, દિલ્હીથી રૂદ્રપુરથી બનબાસા (ભારત-નેપાળ બોર્ડર) થઈને ચીસાપાની, બરડિયા નેશનલ વાઈલ્ડ લાઈફ પાર્ક સુધીની રાઈડ શરૂ થઈ હતી. લહામી (બુધ્ધનું જન્મ સ્થળ) – બુટવાલ – નારાયણગઢ – ચુમસિંગતાર થઈને કાઠમંડુ સુધી પહોંચ્યાં હતાં. આ રાઈડ દરમ્યાન ૫ નદીઓ પાર કરી હતી. ભારતમાં યમુના, ગંગા અને ગોમતી અને નેપાળમાં કરમાલી અને નારાયણી નદીને પાર કરી આ સાયકલીંગ કરી હતી. રૂટ ખુબજ સુંદર અને રમણીયર હતો. જંગલો અને નેશનલ પાર્ક જ્યાં ખુબ ખુંખાર વાઘ અને અન્ય વાઈલ્ડ એનિમલ હોય ત્યાંથી પસાર થઈ અને સાયકલીંગ રાઈડ કરી હતી. જંગલ વિસ્તારમાંથી ખુબજ અઘરી હતી અને રસ્તાઓ ખરાબ અને ખતરનાક હતા જેને કારણ દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડતો હતો. ભારત તેમજ નેપાળમાં વિવિધ સ્થળોએ સાયકલીંગ ક્લબો દ્વારા, સ્થાનીક લોકો દ્વારા, બાળકો, મહિલાઓ અને સ્થાનીક નેતાઓ દ્વારા સાયકલ રાઈડર્સોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેપાળના ડેપ્યુટી ઓફ નેપાળ ઈન્દિરા રાણામગર (નેપાળના પ્રતિનિધિ, નેપાળના ગૃહના ઉપાધ્યક્ષ) તરફથી સાયકલ રાઈડર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને નેપાળ દેશ વચ્ચે મિત્રતા વધારવા, હેલ્થ અને અવરેને, ઝીરો ફુડ વેસ્ટેજના સંદેશા સાથે આ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!