
રાજેશ વસાવે દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, સ્વનિર્ભર પ્રાથમિક શાળા, દાહોદની ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મકવાણા મુદ્રા હર્ષરાજ સર્જનાત્મક કારીગરીમાં વિભાગ- અ માં રાજ્ય કક્ષાએ બીજો નંબર
નવસારી મુકામે તારીખ 19-20ફેબ્રુઆરી2023ના રોજ યોજાયેલ રાજયકક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં 4ઝોનના જિલ્લામાંથી આવેલ વિજેતા હરીફોમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, સ્વનિર્ભર પ્રાથમિક શાળા, દાહોદની ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મકવાણા મુદ્રા હર્ષરાજ સર્જનાત્મક કારીગરીમાં વિભાગ- અ માં રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરી શાળાનું,સંસ્થાનું અને દાહોદનું ગૌરવ વધાર્યું છે આ નાની બાળકીને સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.