
રાજેશ વસાવે, દાહોદ
દાહોદના ગલાલિયાવાડ સાંઈ દર્શન સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ મુદ્દે સીટી સર્વે કચેરી દ્વારા DGPS મશીન દ્વારા માપણી હાથ ધરાઈ…
દાહોદ તા.18
દાહોદ શહેરના તદ્દન નજીક આવેલા ગલાલિયાવાડ વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટીમાં રેલ્વેના નિવૃત અધિકારી દ્રારા સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરી બાંધકામ કરતા સોસાયટીના રહીશો દ્વારા તાલુકા સ્વાગત,જિલ્લા સ્વાગત અને લેન્ડ ગ્રેબીગ અંતર્ગત ગુનો દાખલ કરવાની સામુહિક રીતે લેખિત રજૂઆતો બાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુનાવણી દરમિયાન સોસાયટીની માપણી કરવાની રજુઆતો થતા કલેક્ટરના નિર્દેશોનુસાર સીટી સર્વે કચેરીના કર્મચારી તેમજ તાલુકા પંચાયતના કર્મચારી અને સોસાયટીના રહીશોને સાથે રાખી સોસાયટીના તમામ પ્લોટોની DGPS મશીન દ્વારા માપણી કરવામાં આવી હતી.
દાહોદ શહેરથી તદ્દન નજીક આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 26 જેટલાં પ્લોટો આવેલા છે. જે પૈકી 25 નંબર પ્લોટ કોમન પ્લોટ અનર 26 નંબરનો પ્લોટ રસ્તા માટે ફાળવી દેવામાં આવ્યો છે ત્યારે આ સોસાયટીના રહેવાસી રહીશ રેલ્વેના નિવૃત અધિકારી આઈ.ડી.મિશ્રા દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં 22.18 ચોરસ મીટર જેટલું દબાણ કરી બાંધકામ કરી દેતા આ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણ મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો.અને આ મામલે જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ સંલગ્ન વિભાગોમાં લેખિતમાં અરજીઓ કરવામાં આવી હતી.જે અંગે સ્વાગત કાર્યક્રમમાં સુનાવણી બાદ તાંતીખ 28-7-2022 ના રોજ કલેકટરે સામેવાળા રેલ્વેના નિવૃત અધિકારી દ્વારા 22.18 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું સુનાવણીના અંતે તારણ કાઢ્યું હતું.જે બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર દબાણ સત્વરે દૂર કરવા લેખિતમાં હુકમ કર્યો હતો.જે અંગે આઈ ડી. મિશ્રા દ્રારા સોસાયટીના તમામ પ્લોટોની નવેસરથી માપણીની માંગણી કરતા સીટી સર્વે સુપ્રીટેન્ડેટ દ્વારા તારીખ 23-01-2023 ના રોજ પંચાયતના ખર્ચે પુનઃ માપણી કરવાનો હુકમ કર્યો હતો.જે અંતર્ગત આજરોજ સીટી સર્વે કચેરીના અધિકારી કર્મચારીઓ,તાલુકા પંચાયતના અધિકારીઓએ સોસાયટીના રહેવાસીઓને સાથે રાખી DGPS મશીન્ દ્રારા સોસાયટીના તમામ પ્લોટોની નવેસરથી માપણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલમાં સોસાયટીના રહીશ બિન્દુબેન અરવિંદભાઈ ક્ષત્રિય દ્વારા સામેવાળા આઇ.ડી.મિશ્રા તેમજ તેમની પત્ની વિભાબેન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન્ડ અંતર્ગત ફરિયાદ નોંધવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે. તે હાલ પેન્ડિંગ છે જોકે હાલ આ સમગ્ર પ્રકરણમાં સીટી સર્વે સર્વે કચેરી દ્વારા તમામ પ્લોટોની નવેસરથી માપણી કરવામાં આવી છે.અને આ માપણી બાદ સીટી સર્વેના કર્મચારીઓ માપણીનો રિપોર્ટ જાહેર કરશે કે સામે વાળા આઇ.ડી.મિશ્રા દ્વારા સોસાયટીના રહીશોના આક્ષેપો અનુસાર દબાણ કર્યું છે.કે કેમ જો આ રિપોર્ટના અંતે સામે વાળા દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કર્યું હોવાનું સામે આવશે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર દબાણ સત્વરે તોડી પડાશે જેમાં કોઈ બે મત નથી..