સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે એક ખેતરમાં કૂવામાંથી તાજુ જન્મેલું બાળક મરણ હાલતમાં મળી આવતા ચકચાર..

Editor Dahod Live
2 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

 

 

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે એક ખેતરમાં કૂવામાંથી તાજુ જન્મેલું બાળક મરણ હાલતમાં મળી આવતા ચકચાર..

 

સંતરામપુર તા.14

 

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે મનજીભાઈ ધનાભાઈ ખરાડી પોતાના ખેતરમાં સવારે પાણી પીવડાવવા માટે ગયા હતા તે દરમિયાનમાં કુવામાં નગ્ન હાલતમાં તાજુ જન્મેલું બાળક કુવામાં જોવા મળતા જ મનજીભાઈ ધનજીભાઈ ખરાડી બૂમાબૂમ કરી મૂકી અને તેમના પરિવારને કુવા પરથી દોડતા દોડતા જઈને કહેવા માંડ્યા અને કુવા પર ચારે બાજુ લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક આ ઘટનાની સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવી સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાજુ જન્મેલું બાળકને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું તાત્કાલિક આ બાળકને સંતરામપુર હોસ્પિટલમાં પીએમ કરવા માટે લાવવામાં આવેલું હતું સંતરામપુર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ આવી ઘટનાને લઈને ઉખરેલી ગામમાં અને સંતરામપુર પંથકમાં ચક ચકાર થવા પામી હતી વર્ગ દરમિયાનમાં માસુમ બાળકોની અને કેટલાક અદ્રવ્યો પોતાનો પાપ છુપાવવા માટે માસુમ બાળકોની હત્યા કરવાનું નામ નથી લેતા વર્ષમાં કેટલીક વાર કોઈક વાર તાજુ જન્મેલા બાળકો બસ સ્ટેશનમાંથી મળી આવે કોઈક વાર ઉકેડા માંથી મળી આવે છે હવે ધીરે ધીરે સંતરામપુરના અંતરે વિસ્તાર ઉખરેલી ગામની અંદર કૂવામાંથી મળી આવ્યું પોતાનો પાપ છુપાવવા માટે માસુમ ફૂલની હત્યા કરવાનું ઘટનાઓ વધતી જાય છે સંતરામપુર પોલીસ બાળકની પીએમ કરાવીને પોલીસે જાતે વિધિ વિધાન કરી હતી અને પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી..

Share This Article