
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ઢાળસીમળ ઉચ્ચકપાઇ ધામ ખાતે વેલેન્ટાઈન ડે ના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી.
ઉચ્ચકપાઇ ધામ ખાતે પુલાવમા શહીદ થયેલા જવાનોને ફૂલહાર ચડાવી વીર જવાનોને યાદ કરવામાં આવ્યા.
મોટાભાગના યુવાનોના મોબાઈલમાં પુલાવમાં અટેકને લઇ બ્લેક ડે ના સ્ટેટસ વિપુલ પ્રમાણમાં જોવા મળ્યા.
પુલવામાં શહીદ થઈ ગયેલા દેશના વીર જવાન સૈનિકોને ફૂલહાર ચડાવી પાંચ મિનિટ મૌન પાળ્યું
તા.૧૪ સંજેલી
આજરોજ 14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં મોટાભાગના પુલાવમાં વેલેન્ટાઈન ડે બનાવતું હોય છે પરંતુ આજના દિવસે પુલવામાં એટકમાં શહીદ થયેલા જવાનોને કારણે પુલાવમાં પણ દેશભક્તિ દબકતી થઈ રહી છે. આજના દિવસે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ મોટાભાગના પુલાવના એટકને બ્લેક ડે ના સ્ટેટ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળ્યા હતા. ત્યારે સંજેલી તાલુકાના ઠાલસીમળ ઉચ્ચકપાઇ ધામ ખાતે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ આજના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સંજેલી તાલુકાના ઠાલસીમળ ડુંગર પર આવેલા ઉચ્ચકપાઇ ધામ ખાતે પુલાવમાં શહીદ થયેલા જવાનોને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજની રીતે રિવાજ મુજબ શહીદ જવાનોની યાદમાં પાંચ મિનિટ મૌન પાળ્યું. પુલાવમાં શહીદની યાદમાં આજે 4 વર્ષ પૂર્ણ થતા 14 ફેબ્રુઆરી ના રોજ ગામના યુવાનો દ્વારા વેલેન્ટાઈન ડે નહીં પરંતુ પુલામાં સહીદ થયેલા જવાનોને ફુલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા.