
વસાવે રાજેશ દાહોદ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લીમખેડા તેમજ જુનાગઢ સી ડિવી.પો.સ્ટે વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડયો.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ એરડીયા સાહેબ પંચમહલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.
તે દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ.આર.સી.કાનમીયા નાઓની સુચના મુજબ આજરોજ એલ સી બી સ્ટાફની ટીમ સીમખેડા પો.સ્ટે વિસ્તારમાં કાર્યરત હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નીચે મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી છબીલ ઉર્ફે પીદો સન/ઓફ દલાભાઇ કમજીભાઇ બારીયા રહે.કુંણધા મુખ્ય નિશાળ ફળીયા તા.લીમખેડા જી.દાહોદને નિનામાના ખાખરીયા ચોકડી ઉપરથી વ્યૂહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારુ લીમખેડા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.
(૧) લીમખેડા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ (૨) જુનાગઢ સી.ડિવી.પો.સ્ટે.ફ.ગુ.ર. નં.૧૧૨૦૩૦૦૪૨૨૦૪૫૩/૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭,૩૮૦, ૧૧૪ મુજબ
આમ, લીમખેડા તેમજ જનાગઢ સી ડિવી.પો.સ્ટે વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.