
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
ઝારખંડ સરકાર દ્વારા જૈન સમાજના તીર્થધામ સમેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા દાહોદમાં જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદન..
સમેદ શિખર જૈન સમાજનું પવિત્ર તીર્થધામ છે.જેને ઝારખંડ સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાતની સાથે જૈન સમાજમાં ભારે વિરોધ વંટોળ ઊભો થવા પામ્યો છે. ઝારખંડ સરકાર તેમજ વન વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયના પગલે શાંતિ પ્રિય તેમજ ધર્મપ્રેમી ગણાતા જૈન સમાજમાં ઝારખંડ સરકારના નિર્ણયની સામે રોજ તેમજ વિરોધની લાગણી ફેલાવવા પામી છે. શાંતિ પ્રિય તેમજ ધર્મપ્રેમી ગણાતી જૈન સમાજ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે.અત્રે ઉલ્લેખની છે કે સમેતશિખર જેનોના 24 તીર્થંકર પૈકી ૨૦ તીર્થકર તેમજ આ તીર્થધામમાં જૈન સમાજ તપસ્વી મુનિઓની મોક્ષધામ ગયા છે.જેને પગલે સમેદ શિખરને લઈ જૈન સમાજમાં એક અલગ પ્રકારની લાગણી છે.જેમાં સમેદ શિખર ને ઝારખંડ સરકાર દ્વારા ઠેસ પહોંચાડતા ધર્મનો માર્ગને વળગી રહેતા જૈન સમાજ આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. જૈન સમાજ દ્વારા આજે દાહોદમાં મૌન રેલી કાઢી દાહોદ કલેકટર તેમજ દાહોદના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અત્રે ઉલ્લેખની છે કે સમેદ શિખરએ જૈન સમાજનું પવિત્ર તીર્થધામ છે.જેના સાથે જૈન સમાજની અનેક લાગણીઓ તેમજ આસ્થા આ તીર્થધામ જોડે જોડાયેલી છે. જેનોના 24 તીર્થંકર પૈકી 20 તીર્થંકર તરીકે સમેદ શિખરને ઝારખંડ સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવાના નિર્ણયના પગલે જૈન સમાજની લાગણી દુભાઈ છે. જેના પગલે દાહોદ જિલ્લામાં જૈન સમાજે પ્રસંગ પાર્ટી પ્લોટ થી મૌન રેલી કાઢી દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો પર થઈ એપીએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ જૈન સમાજમાં મોટી સંખ્યામાં ઊંટેલા લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી રાષ્ટ્રપતિને સંબોધતો આવેદન કલેકટરને સોંપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર શિખર જેનોનું શાશ્વત તીર્થધામ છે જેને પર્યટન સ્થળ તરીકે નહીં પરંતુ કેદારનાથ બદ્રીનાથ વૈષ્ણોદેવી કાશી અયોધ્યાની તર્જ પર વિકસાવવાની સાથે સાથે શિખરને ગ્રીન ક્ષેત્ર, પ્લાસ્ટિક મુક્ત, અહિંસા ક્ષેત્ર તરીકે વિક્સવવા તેમજ ઔષધી અને ફળાદાર વૃક્ષોનું વીજરોપણ ની સાથે સૌંદર્ય કરણ કરી તીર્થધામ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગણી શકલ જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી…