
રાહુલ ગારી, ગરબાડા
દાહોદ ગરબાડા હાઇવે રોડ પર મોટી ખરજ ગામે બે બાઈકો સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ગરબાડા હાઇવે પર વારંવાર વાહન ચાલકોની બેદરકારી અને ગફલત ના લીધે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માત ગરબાડા દાહોદ હાઇવે પર મોટી ખરજ ગામે બે મોટર સાયકલો પુર ઝડપે સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે મોટરસાયકલ ચાલક તેમજ તેમની પાછળ સવાર વ્યક્તિઓને ગંભીર પહોંચી હતી. બંને મોટર સાયકલ ધડાકાભેર અથડાતા તેનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ ને જાણ કરી દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બંને મોટર સાયકલોને ભારે નુકશાન થયું હતું.