Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ વડોદરા વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મહારાષ્ટ્રની મહિલાના પર્સની ઉઠાતરી…

November 30, 2022
        802
દાહોદ વડોદરા વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મહારાષ્ટ્રની મહિલાના પર્સની ઉઠાતરી…

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

દાહોદ વડોદરા વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મહારાષ્ટ્રની મહિલાના પર્સની ઉઠાતરી…

 

રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ અન્ય સરસામાન મળી 56 હજારની મુદ્દામાલ પર તસ્કરોનો હાથફેરો:GRP પોલીસે ગુનો નોંધ્યો…

 

દાહોદ તા.30

 

દાહોદ નજીક ટ્રેનમાંથી મુંબઈની મહિલા મુસાફર મીઠી નીંદર માણી રહી હતી તે સમયે અજાણ્યા તસ્કરે રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી 56 હજારના મુદ્દામાલની બેગની ચોરી કરી ફરાર થઇ જતા આ મામલે રેલ્વે પોલીસે ફરિયાદ નોંધાઈ છે.

 

 

મહારાષ્ટ્રના મુંબઈના શિવાજી નગર ખાતે રહેતા હલીમ એજાજ અંસારી રાજસ્થાનના અજમેરથી પરત મુંબઈ જવા માટે રિઝર્વેશન ટિકિટ મારફતે અજમેર બાંદ્રા ના કોચ નંબર એસ 3 સીટ નંબર 60,61,62 ઉપર પરિવારના ત્રણ લોકો સાથે મુસાફરી કરી અને મુંબઈ તરફ જઈ રહ્યા હતા.તે સમયે રસ્તામાં દાહોદ તેમજ વડોદરાની વચ્ચે તેમનું લેડીઝ પર્સ ગાયબ થઈ જતા ભારે શોધખોળ બાદ પણ જોવા ના મળતા લેડીઝ પર્સમાં મુકેલા ચાર મોબાઈલ 5,000 રૂપિયા રોકડા અને પરચુરણ સામાન હતો. અજાણ્યા તકરો દ્વારા રોકડ તેમજ અન્ય સામાન ભરેલું ચોરી થઈ જતા પાકીટમાં કુલ રૂપિયા 56 હજાર રૂપિયાની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ મુદ્દામાલની ચોરી કરી લઈ જતા મહિલા દ્વારા દાહોદના રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!