
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ શહેરમાંથી SOG પોલીસે એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી જેલ ભેગો કર્યો…
દાહોદ તા.૨૫
દાહોદ શહેરમાંથી એક ઈસમ પાસેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદે દેશી બનાવટની માઉઝર પિસ્તાર કિંમત રૂા. ૨૫,૦૦૦ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩૦,૦૦૦ સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાે હતો જ્યારે તેની સાથેના અન્ય એક મધ્યપ્રદેશના ઈસમ વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા. ૨૪મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ સાબિર જબ્બારઅલી મકરાણી (રહે. કસ્બા, દાહોદ) ની અટકાયત કરી તેની અંગ ઝડતી કરતાં તેમાંથી વગર પાસ પરમીટે બિન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેંચવા અથવા તબદીલ કરવા પોતે પોતાના અંગ કબજામાં દેશી બનાવટની માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા.૨૫,૦૦૦ રાખી તેમની તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરી પોલીસે કુલ રૂા.૩૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. આ ઝડપાયેલ ઈમસની સાથે મધ્યપ્રદેશના ભાભરાના કામીલભાઈ શેખ વિરૂધ્ધ દાહોદ એસ.ઓ.જી. પોલીસે દાહોદ એ.ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.