
સુમિત વણઝારા, દાહોદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ટોપ સિનિયર પોલીસ અધિકારીઓની બોર્ડર મીટીંગ યોજાઇ..
બોર્ડર મિટિંગમાં બન્ને રાજ્યોના આઇ.જી ડી.આઈ.જી તેમજ સરહદી જિલ્લાના જિલ્લા પોલીસવડા ઉપસ્થિત રહ્યા..
સરહદી જિલ્લામાં ચૂંટણી દરમિયાન વિદેશી દારૂ માદક પદાર્થો તેમજ નાણાકીય વ્યવહારોને અંકુશમાં રાખવા વિસ્તૃત ચર્ચા થઈ
ચૂંટણી પક્રિયા દરમ્યાન બંને રાજ્યોની પોલીસ વચ્ચે સમન્વયે અને પરસ્પર સંતુલન જાળવી કામગીરી થાય તે માટે સહમતી બંધાઈ…
દાહોદ તા.11
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેને ધ્યાને લઈ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી બોર્ડર મિટિંગમાં મધ્યપ્રદેશના આઈ.જી ડી.આઈ.જી તેમજ ગુજરાતના ડી.આઈ.જી તેમજ સરહદી જિલ્લાના જિલ્લા પોલીસવડા પણ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આદિવાસી બાહુલય ધરાવતા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા દાહોદ જિલ્લામાં આગામી પાંચમી ડિસેમ્બરના રોજ છ વિધાનસભા બેઠકો ઉપર બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે.ત્યારે ચૂંટણી સમયે ઉમેદવારો અથવા તેમના ટેકેદારો દ્વારા અથવા બુટલેગર તત્વો દ્વારા સરહદી વિસ્તારમાંથી માદક પદાર્થો,વીદેશી દારૂ તેમજ નાંણાકીય વ્યવહારોને અનુલક્ષીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓની તેમાં ઇન્દોર રેન્જના આઇજી રાકેશ ગુપ્તા, ઇન્દોર રૂલર રેન્જના ડી.આઈ.જી ચંદ્રશેખર સોલંકી,ગોધરા રેન્જના ડી.આઈ.જી ચિરાગ કોરડીયા તેમજ દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા,છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્મા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા પોલીસવડા મનોજકુમાર સિંગ તેમજ અલીરાજપુર જિલ્લાના પોલીસવડા અગમ જૈન બોર્ડર મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બોર્ડર મિટિંગમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને રાજ્યોની પોલીસ એકબીજાના સંકલનમાં રહી કામગીરી કરે તે માટે સહમતી બંધાઈ હતી.