
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના નાની રાણાપુર ખુર્દ ગામે અગાઉ થયેલ ઝઘડાના સમાધાન બાબતે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત ત્રણને લાકડીઓ વડે માર માર્યો…
દાહોદ તા.૦૫
દાહોદ તાલુકાના નાની રાણાપુર ખુર્દ ગામે અગાઉ થયેલ ઝઘડાના સમાધાન બાબતે થયેલ ઝઘડામાં મહિલા સહિત ચાર ઈસમોએ ભેગા મળે એક મહિલા સહિત ત્રણ જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૦૨ નવેમ્બરના રોજ નાની રાણાપુર ખુર્દ ગામે પટેલ ફળિયામાં રહેતાં બાબુભાઈ બદીયાભાઈ હઠીલા, રવિભાઈ બાબુભાઈ હઠીલા, નયનભાઈ બાબુભાઈ હઠીલા અને અબુબેન બાબુભાઈ હઠીલાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતાં અનિલભાઈ રમેશભાઈ હઠીલાના ઘરે આવ્યાં હતાં અને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારૂં અગાઉ થયેલ ઝઘડાના સમાધાન બાબતે ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે સમાધાન કેમ કરતાં નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી રમેશભાઈ, હકલીબેન અને અલ્કેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે અનિલભાઈ રમેશભાઈ હઠીલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.