Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓને અન્યાય સંદર્ભે હાઇકોર્ટમાં દાખલ થનાર રીટ.

October 10, 2022
        903
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓને અન્યાય સંદર્ભે હાઇકોર્ટમાં દાખલ થનાર રીટ.

બાબુ સોલંકી, સુખસર

 

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓને અન્યાય સંદર્ભે હાઇકોર્ટમાં દાખલ થનાર રીટ.

 

રજૂઆતો બાદ તેની તપાસ અનુસૂચિત જાતિ કલ્યાણ વિજિલન્સ વિભાગ વડોદરાને સોંપવામાં આવેલ છે છતાં તપાસમાં વિલંબ કેમ?

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓને અન્યાય સંદર્ભે હાઇકોર્ટમાં દાખલ થનાર રીટ.

અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજ સાથે સરકાર દ્વારા મળવાપાત્ર લાભોમાં થતા અન્યાય સંદર્ભે જિલ્લા કક્ષાએથી કેન્દ્ર કક્ષા સુધી રજૂઆતો થયેલ છે.

 

દાહોદ સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ શાખામાંથી આરટીઆઇ દ્વારા માહિતી માંગતા પૂરી પાડવામાં આવેલ નથી.

 

સફાઈ કામદાર વિકાસ નિગમના વાલ્મિકી સમાજના લાભાર્થીઓ સાથે કરવામાં આવતા અન્યાય સંદર્ભે થયેલ રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવે છે.?

 

 

સુખસર,તા.10

 

      દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ (અનુસૂચિત જાતિ)શાખા તથા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓને દાહોદ જિલ્લામાં વર્ષ 2019 થી હાલ સુધી ખુલ્લેઆમ અન્યાય કરવામાં આવી રહ્યો છે.જેની ફતેપુરા તાલુકાના એક નાગરિક દ્વારા જિલ્લા કક્ષાએથી લઈ કેન્દ્ર કક્ષા સુધી રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરતા તેની તપાસ સમાજ કલ્યાણ વિજિલન્સ વિભાગ વડોદરાને સોંપવામાં આવેલ છે.તેનો પણ સમય થવા છતાં તપાસ હાથ નહીં ધરાતા આખરે અરજદાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં વર્ષ-2019 થી વર્ષ-2022 સુધીની સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓની કરવામાં આવેલ કામગીરીની રાજ્ય અથવા કેન્દ્ર કક્ષાએથી તપાસ માટે રીટ દાખલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ શાખા તથા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ શાખાના ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે.જે બાબતે દૈનિક સમાચાર પત્રોમાં જાહેર સમાચારો તથા જિલ્લા કક્ષાથી લઈ કેન્દ્ર કક્ષા સુધી રજૂઆતો થતા તેની તપાસ સમાજ કલ્યાણ વિજિલન્સ વિભાગ વડોદરાને સોંપવામાં આવેલ છે.

        છતાં પણ તેની તપાસ હાલ સુધી ચાલુ નહીં કરાતા આખરે અરજદાર દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટમાં રીટ દાખલ થનાર હોવાનું જાણવા મળે છે.તેમાં રોહિત સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને મકાન સહાય આપવાના બહાના હેઠળ જિલ્લા પંચાયતના જવાબદારો સહિત દલાલો દ્વારા હજારો રૂપિયા પડાવી લઈ વર્ષો વિતવા છતાં તેઓને આવાસ યોજનાનો લાભ નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે.

         જ્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદાર આવાસના લાભાર્થીઓ સાથે પણ દલાલોના માધ્યમથી કચેરીના જવાબદારો દ્વારા હજારો રૂપિયા ઉઘરાણું કરી આવાસનો લાભ નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે તેમજ ગટર સફાઈના ડીઝલ એન્જિનોમાં પણ મોટા પાયે ગેરરિતી આચરવામાં આવી હોવા બાબતે તેમજ સાધન સહાય યોજના અને સીધી લોનમાં પણ ગેરરીતી આચરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હોવા બાબતે રજૂઆત કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

        તદ્ઉપરાંત દાહોદ જિલ્લા દાહોદના રળીયાતી ખાતે સફાઈ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે 232 જેટલા આવાસોના બાંધકામ કર્યા બાદ આ આવાસો વર્ષો બાદ પણ જે-તે લાભાર્થીઓને કબજો નહીં સોંપાતા હાલ આ આવાસો અસામાજિક તત્વોનો અડો બની ગયેલ છે.તેમજ દાહોદ ખાતે અનુસૂચિત જાતિ માટે ચલાવવામાં આવતી કન્યા છાત્રાલયની પણ તટસ્થ તપાસ રાજ્ય અથવા કેન્દ્ર સરકારની તપાસ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવનાર છે.

        અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ શાખામાં રોહિત તથા વણકર સમાજ તથા સફાઈ કામદાર વિકાસ નિગમમાં વાલ્મિકી સમાજના લાભાર્થીઓ સાથે કરવામાં આવેલ 

ગેરરીતી બાબતે તેની રજૂઆતો સમાચાર પત્રોમાં સમાચારોના માધ્યમથી પ્રસિદ્ધ થતા અને જિલ્લા કક્ષાથી કેન્દ્ર કક્ષા સુધી રજૂઆત થતા આ બાબતને કસુરવારો દ્વારા દબાવવા માટે ભાગ ભજવવામાં આવી રહ્યો છે.તેમજ ગેરરીતી આચરવામાં ભાગ ભજવનાર એક જવાબદાર દ્વારા તેના અંગત વ્યક્તિના સહયોગથી રાજકીય વર્ગ વાપરી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાનું પણ કેટલાક જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

     ઉપરોક્ત બાબતે જવાબદાર એવા સમાજ કલ્યાણ શાખા દાહોદના કચેરી અધ્યક્ષ કે.વી.ખાટ,સિનિયર ક્લાર્ક એલ.ડી.મકવાણા તથા ગુજરાત સફાઈ કામદાર નાયબ નિયામક વહીવટ શાખા ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર ગાંધીનગરના આર.બી.ખેર જ્યારે દાહોદ ખાતેના ગુજરાત સફાઈ કામદાર શાખાના જવાબદારોમાં નાયબ જિલ્લા મેનેજર સેલોત, મદદનીશ જિલ્લા મેનેજર વિજય સુથારીયા સહિત પ્રોજેક્ટ ઓફિસર ગાંધીનગર અવનીબેન વિગેરેનાઓની વિરુદ્ધમાં ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે ટૂંક સમયમાં રીટ દાખલ થનાર હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!