
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ તેમજ ઝાલોદ પંથકમાં ઢળતી સાંજે વાતાવરણમાં પલટો: ઠંડા પવનની સાથે વરસાદી ઝાપટા થી વાતાવરણમાં ઠંડક પ્રસરી..
દાહોદ શહેર સહીત ઝાલોદ તેમજ લીમડી પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જયારે આજરોજ વહેલી સવારથી દાહોદમાં આકાશમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે તડકો છાંયડાનો માહોલ સર્જાયો હતો. અને સાંજ પડતા પડતા દાહોદ ઉપરાંત ઝાલોદ લીમડી પંથકમાં વીજળીના ચમકારા અને ઠંડા પવનની સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
સમગ્ર દેશમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. અને ગુજરાતમાં તો ચોમાસાની લગભગ વિદાય લઈ લીધી છે. તેમ મનાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ભારે ઉપલાટ અને ગરમીની વચ્ચે નવરાત્રી પર્વ દરમિયાન વરસાદના ઝાપટા પડવાની અટકળો ચાલી રહી હતી પરંતુ નવરાત્રી અને દશેરા પર દરમિયાન વરસાદ ન પડતા ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓએ રાહત શ્વાસ દીધો હતો. જોકે દાહોદ જિલ્લામાં ઢળતી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોના હાલ બેહાલ થયાં હતા. ત્યારે આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દિવસભર સંતાકૂકડી રમી હતી. અને સાંજ પડતા પડતા વીજળીના ચમકારાની સાથે દાહોદ શહેર તેમજ ઝાલોદ તાલુકાના લીમડી, ઝાલોદમાં વરસાદી પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.