ઇલ્યાસ શેખ :- સંતરામપુર
અહો આશ્ચર્ય..સંતરામપુર નગરપાલિકાનું વડાપ્રધાન આવાસ યોજનાનું બેનર જયારે બીજી તરફ 272 આવાસો ખંડેર હાલતમાં..!!
સંતરામપુર તા.03
સંતરામપુર નગરપાલિકાનું વડાપ્રધાન આવાસ યોજના નું બેનર લગાવવામાં આવ્યું જ્યારે બીજી બાજુ 272 આવાસો ખંડેર હાલતમાં 272 પરિવારો વડાપ્રધાન આવાસ ની યોજનાથી લાભથી વંચિત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ પરિવારને પોતાનો ઘરનું ઘર મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવેલી
હતી સંતરામપુર નગરના વાલ્મિકી વાસ અને મરઘા કેન્દ્ર પાસે કુલ 272 બનાવવા માટેની આશરે 2012માં તેનું ભૂમિ પૂજન કરવામાં આવેલું હતું પરંતુ અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલો નથી અત્યાર સુધી કામગીરી પૂર્ણ કરવામાં પણ આવેલ નથી હાલમાં પણ ગુજરાત સરકારના 272 આવાસમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આવાસો ખંડેર હાલતમાં જોવાઈ રહેલા છે જ્યારે બીજી બાજુ ટાવર ઉપર બેનર લગાવવામાં આવેલું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગૃહ પ્રવેશ કરવા માટેનો પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી જ નથી મળતી માહિતી મુજબ અગાઉ માં આવેલા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી આવાસ બાબતની સ્થળ તપાસ કરેલી હતી તે દરમિયાનમાં હલકી કક્ષાની હલકી ગુણવત્તા હોવાના કારણે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર ની જાણ પણ કરી હત ત્યાર પછી આદિન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી જ નથી વડાપ્રધાન આવાસ યોજનાનો ગૃહ પ્રવેશનો બેનર લાગેલું છે જ્યારે બીજી બાજુ 272 આવશો ખંડેર અવસ્થામાં જોવાયેલા છે લાભાર્થી રાજુભાઈ સોલંકી વહેલી તકે આવાસો બની અને અમને લાભ મળે અમે આ બાબતમાં વારંવાર રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી નો આવાસનો લાભ મળ્યો નથી