શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં નવરાત્રી પર્વ દરમિયાન મન મૂકીને ગરબા રમતા ખેલૈયાઓ
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના માતાજીના મંદિરમાં નવરાત્રીના ગરબા ની રમઝટ માનતા ખેલૈયાઓ. કોરોના કાલના બે વર્ષ પછી નવરાત્રીના તહેવાર આવતો હોય બે વર્ષ પછી ગરબા રમવાનો લાહવો મન મૂકીને ખેલૈયાઓ લઈ રહ્યા છે આજરોજ નવરાત્રી નો આઠમો દિવસ હોય માતાજીના મંદિરમાં હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને ત્યારબાદ અંબે માતાની આરતી કરવામાં આવી હતી માં અંબે માતાની આરતીમાં દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી
શંકરભાઈ અમલીયાર સાહેબ ભાગ લઈ માં અંબે માતાની આરતી કરેલ હતી ફટાકડા ફોડી હવનના કાર્યક્રમ કરવામાં આવેલ હતો ફતેપુરા નગરમાં નવરાત્રીના દિવસો મા મોડી રાત સુધી ચાલતા ગરબા ની રમઝટ મન મૂકીને ખેલૈયા ગરબાની રમઝટ માણી રહ્યા છે.