Friday, 27/12/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડી માં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં સશસ્ત્ર ટોળાએ બબાલ કરતા મહિલા GRD જવાન ઈજાગ્રસ્ત…

August 11, 2022
        542
ઝાલોદ તાલુકાના લીમડી માં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં સશસ્ત્ર ટોળાએ બબાલ કરતા મહિલા GRD જવાન ઈજાગ્રસ્ત…

સુમિત વણઝારા

 

ઝાલોદ તાલુકાના લીમડી માં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં સશસ્ત્ર ટોળાએ બબાલ કરતા મહિલા GRD જવાન ઈજાગ્રસ્ત…

 

 

દાહોદ તા.૧૧

 

વિશ્વ આદિવાસી દિવસના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નીકળેલ રેલી દરમ્યાન શસ્ત્રધારી ૨૦ જેટલા ઈસમોના ટોળાએ રેલી દરમ્યાન વિસ્તારમાં ભય ફેલાય તે રીતે અને અસભ્ય વર્તન કરતાં આ દરમ્યાન ફરજ હાજર જી.આર.ડી. જવાનોએ આવુ વર્તન ન કરવા ટકોર કરતાં ટોળામાંથી એક જી.આર.ડી. મહિલા જવાનને પગના ભાગે ઈજા પહોંચતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ૭ જેટલા ઈસમોની અટકાયત કરી હોવાનું જ્યારે અન્ય ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હોવાનું જાણવા મળે છે.

 

ગત તા.૦૯મી ઓગષ્ટના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગેચંગે થઈ રહી હતી. આદિવાસી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. તમામ વિસ્તારોમાં શાતિપુર્ણ માહૌલમાં રેલી કાઢવામાં આવી હતી પરંતુ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નીકળેલ રેલી દરમ્યાન ૨૦ જેટલા ઈસમો જેમાં વિરેનભાઈ સુરેશભાઈ મુનીયા, અનિલભાઈ ચેતનભાઈ નિનામા, અમિતભાઈ હિમ્મતભાઈ નિનામા, આકાશબાઈ હિમ્મતભાઈ નિનામા, રણજીતભાઈ મલસીંગભાઈ નિનામા, પ્રદિપભાઈરમસુભાઈ ભાભોર, મિલેશભાઈ કાનસીંગભાઈ કલાસવા, રેલીનું આયોજન કરનાર અતુલભાઈ દિનેશભાઈ ખડીયા, નિર્મલ ખડીયા, ડી.જેનો માલિક વિજયભાઈ મહેશભાઈ ડામોર, હર્ષદ રમેશભાઈ ભાભોર, નયનભાઈ લાલુભાઈ ભાભોર, વિજયભાઈ કસુભાઈ ભાભોર, કિરણભાઈ કડુભાઈ બારીયા, ભાર્ગવભાઈ રમેશભાઈ ભાભોર તથા તેમની સાથે અન્ય ૫ જેટલા ઈસમોએ પોતાની સાથે તલવારો, ધારીયા જેવા પ્રાણ ઘાતક હથિયારો સાથે ગેરકાયદે મંડળી બનાવી, લોકોની શારિરીક સલામતી જાેખમાય અને તેઓમાં ભય ફેલાય તે રીતે બેફામ વર્તન કરતાં તેઓને રોકવા જતાં સ્થળ પર હાજર જી.આર.ડી. જવાનો પૈકી રોશનીબેન ગેંદાલભાઈ પાંડોરને પગના ભાગે હથિયાર વાગી જતાં ઈજા પહોંચડી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત રોશનીબેન ગેંદાલભાઈ પાંડોરે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ટોળા પૈકી સાત ઈસમોની અટકાયત કરી હતી અને બાકીના ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!