ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરમાં તસ્કરો બન્યા બેફામ..
સંતરામપુર નગરમાં બે સોસાયટી વિસ્તારોમાં ચાર જેટલાં બંધ મકાનોના તાળા તૂટ્યા: પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..??
સંતરામપુર નગરના અલગ અલગ વિસ્તારોમાં થોડા સમય બાદ બંધ મકાનમાં ચોરો ટાર્ગેટ બનાવ્યું સ્થાનિક રહીશોમાં ફરીથી ઉજાગરા વધ્યા છેલ્લા એક વર્ષથી સંતરામપુર નગરમાં ચોરી બંધ થવાનું અટકાતું જ નથી બે ત્રણ મહિના છોડીને બંધ મકાનોમાં નકુચા અને તાળાઓ તોડીને સતત ચોરીનો પ્રયાસો વધી રહ્યા છે આજરોજ એક જ રાતમાં ચાર અલગ અલગ જગ્યા ઉપર બંધ મકાનના તાળા તોડિયા હતા અમરદીપ સોસાયટીમાં કાનજીભાઈ બારીયા પોતાનું મકાન બંધ રાખીને વતનમાં ગયા હતા તે દરમિયાનમાં દરવાજોનો તાળું તોડીને ઘરમાં ઘૂસીને તિજોરીના દરવાજા તોડીને કપડા માલ સામાન વિખરી નાખેલું હતું જ્યારે તેની બાજુમાં વિનોદભાઈ મકાનનું તાળો તોડ્યું પરંતુ અંદરનું બીજું તાળું મારવાથી ચોરીનો બનાવ અટક્યો જ્યારે સત્ય પ્રકાશ સોસાયટીમાં બંધ મકાનમાં શાંતિલાલ સહાની ના મકાનમાં તાળા તોડ્યા હતા. આ રીતે બંધ મકાનોના તાળા તોડવાનો ચોરનો પ્રયાસ વધી રહેલો છે સ્થાનિક લોકોમાં ગભરાટ વ્યાપક જોવા મળેલો છે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી હતી સ્થાનિક રહીશોની માંગણી હતી કે અમારા વિસ્તારોમાં રાત્રિમાં સમય લાઈટ અને પેટ્રોલિંગ અને પોઇન્ટ મૂકવામાં આવે રહીશોની પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી. છેલ્લા એક વર્ષથી સંતરામપુર નગરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે પરંતુ આદિમ સુધી પોલીસે એક પણ ચોરને પકડ્યો જ નથી નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.