ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં પિતાએ પુત્રને મિલકતમાંથી ભાગ આપ્યા પછી પણ પુત્ર ફરીથી ભાગ માગવા માટે હુમલો અને મકાન પર તોડફોડ કરી
સંતરામપુર તા.29
સંતરામપુર નગરના માળીવાડ વિસ્તારમાં રહેતા કચરાભાઈ જગાભાઈ માળી પોતાનો પુત્ર રાજુભાઈ કચરાભાઈ માળીને પોતાના મિલકતમાંથી રૂપિયા દસ લાખ રોકડા અને મકાન આપેલું હતું તેમ છતાં હજુ મારે ભાગ જોઈએ છે તેમ કહીને વારંવાર માતા પિતાની માનસિક ત્રાસ આપતો હતો અચાનક ઘરે આવીને લાકડી વડે તમે મને ભાગ કેમ નથી આપતા તેમ કહીને ઘરની અંદર ઘૂસી બારીના કાચ અને ઘરની વસ્તુને તોડફોડ કરી નુકસાન પહોંચાડેલું હતું અને પોતાના પુત્ર મા બાપને ધ્યાનથી મારી નાખવા માટેની ધમકી આપી હતી મજબૂર થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી આખરે પોલીસ સ્ટેશનમાં મા-બાપને પોલીસ નો સહારો લેવા મજબૂર બન્યા વારંવાર ખોટી રીતે મારી નાખવાની ધમકી આપી હતી સમાજના ભેગા મળીને પુત્ર રાજુભાઈ ને મિલકત નો ભાગ આપી દેવામાં આવેલો હતો તેમ છતાંય ભાગ માટે માતા-પિતા પર હુમલો કર્યો હતો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી અને પૂછપરછ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં માળી કચરાભાઈ જગાભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.