જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સામાન્ય નાગરિકોની રાવ દૂર કરવા માટેની સુંદર પહેલ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સામાન્ય નાગરિકોની રાવ દૂર કરવા માટેની સુંદર પહેલ

 

સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબર પ્રારંભ કરાયો

 

દાહોદ, તા. ૨ :

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબરની પહેલ કરી છે. સામાન્ય નાગરિકોને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ કરાયો છે.  

આ નંબર ઉપર સામાન્ય નાગરિકો વોટ્સઅપ મેસેજ દ્વારા તેમની રાવ નાખી શકશે. જેના પર તાત્કાલિક પગલા લઇને ફરિયાદનું નિવારણ કરાશે. આ નંબર ઉપર દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટીશ્રી તેમની ઓફિસમાં નિયમિત રીતે હાજર રહે છે કે કેમ? તમારું કામ તલાટીશ્રી પાસે પેન્ડિંગ છે અને તેઓ જવાબ નથી આપતા ? આવી કોઈપણ તલાટીશ્રીની સરકારી કામગીરી સંબંધિત ફરિયાદ/આવકના દાખલા/જાતિનો દાખલો વિગરે માટેની કોઈપણ રજુઆત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદ ફરિયાદ નિવારણ નંબર ૯૧-૭૫૬૭૦૦૫૦૭૩ ઉપર વિગતો સાથેનો સંદેશ /વોટસએપ ઉપર કરી શકાશે.

 

Share This Article