ગૌરવ પટેલ :- લીમખેડા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર:સૌથી ઓછુ લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ ટકા પરિણામ
– જેમાં દાહોદ જિલ્લાનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ જાહેર થવા પામ્યું છે. દાહોદ જિલ્લા નું ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે અને તેમાંય કેન્દ્રવાર પરિણામમાં પણ સૌથી ઓછુ લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થીનો એ – ૧ ગ્રેડમાં સમાવેશ થવા પામ્યો નથી.
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
– આજરોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો. વહેલી સવારથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનો ઘસારો શાળાઓમાં જાેવા મળ્યો હતો તો બીજી તરફ ઓનલાઈન પરિણામ જાેવા માટે પણ ઓનલાઈન દુકાનો પર ભીડ જાેવા મળી હતી. જ્યારે કેન્દ્રવાર પરિણામમાં પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી કુલ ૧૪૩૭ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં જેમાં દાહોદ, લીમખેડા અને લીમડીનો સમાવેશ થાય છે. દાહોદ કેન્દ્રમાં ૬૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૦૦ વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં અને ૩૨૫ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં જ્યારે લીમખેડા કેન્દ્રમાં કુલ ૬૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૫૬૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં ૧૮૭ વિદ્યાર્થીઓ પાસ અને ૪૪૪ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.