ઇલ્યાસ શેખ, સંતરામપુર
કોના બાપની દિવાળી..??
સંતરામપુર નગરપાલિકા ચોમાસા પછી ચાલુ વર્ષ દરમિયાન રસ્તા રીપેરીંગ માટે રૂપિયા ૪૦ લાખનો ખર્ચ્યા છતાંય પરિસ્થિતિ ઠેરની ઠેર: ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા..
પાલિકા દ્વારા થયેલ કામો અંગે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ ભોપાળું બહાર આવવાના એધાણ..!!
સંતરામપુર તા. 09
સંતરામપુર નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં રસ્તા રીપેરીંગ માટે અને ખાડા પૂરવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. પરંતુ નગરપાલિકા નગરપાલિકાના વિસ્તારમાં સ્થાનિક રહીશોને અને નાગરિકોને રીપેરીંગ કરે રસ્તાઓ અને ખાડાઓ પુરિયા હોય મેં રીપેરીંગ કર્યા હોય તો દેખાય સંતરામપુર નગરપાલિકા રૂપિયા 40 લાખ રૂપિયા નગરપાલિકામાં રીપેરીંગમાં ખર્ચો પાડ્યો છે સરકાર દ્વારા મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકાના નાગરિકો માટે પ્રાથમિક સુવિધા પૂરી મળે તેના હેતુથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ નગરપાલિકાનું મંત્ર માત્ર વિકાસ અને કામગીરી કાગળ ઉપર જવાય છે જો સંતરામપુર નગરપાલિકા રીપેરીંગ કામ કર્યું હોય તો તો ખાડા કેમ છે સંતરામપુર સ્થાનિક રહીશોનો અને નાગરિકોનો અનેક સવાલો અને ચર્ચાનો વિષય બન્યો નગરપાલિકાના આશરે ચાર વર્ષ પુરા થવા એવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ ઉપપ્રમુખ અને આખી બોડી સંતરામપુર ના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના તેમ છતાંય સંતરામપુર નગર વિકાસના નામે શૂન્ય હજુ પણ સંતરામપુરમાં ખુલ્લી ગટરો સફાઈનો અભાવ ખાડા પડી ગયેલા રસ્તાઓ જાહેર રસ્તા ઉપર કચરાના ઢગલાઓ આ જ પરિસ્થિતિ ઘણા સમયથી જોવાઈ રહેલી છે અને જો સંતરામપુર નગરપાલિકા રીપેરીંગ માટે 40 લાખ રૂપિયા ખર્ચા હોય તો રિપેરિંગની કામગીરી કેમ જોવાતી નથી ખરેખર ઉચ્ચકક્ષા સુધી નગરપાલિકાની કામોની તપાસ કરવામાં આવે સંતરામપુર નગરપાલિકાનું ઘણું બધું બહાર આવી શકે તેમ છે છેલ્લા ચાર વર્ષથી નગરના વિકાસ માટે આયોજન માં મુકેલા કામો માત્ર એક જ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છીએ તે પણ યોગ્ય તપાસનો વિષય બન્યો છે ખરેખર નગરપાલિકા આયોજનપૂર્વક અને નગરના હિતમાં કેટલીક કામગીરી કરી તે ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકા વિકાસ માટે કેટલી જવાબદારી નિભાવી છે તે પણ હવે વિચાર જે બાબત રહી છે.