Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાની નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો

May 5, 2022
        1381
સંતરામપુર તાલુકાની નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

સંતરામપુર તાલુકાની નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

સંતરામપુર તાલુકાની મહિસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા, નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ ધોરણ આઠના બાળકોનો વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવી. સ્વાગત પ્રવચન શાળાના આચાર્યશ્રી લખમણભાઇ ખરાડી એ કર્યું. ધોરણ આઠના બાળકોએ શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો રજુ કર્યા. ધોરણ 8 ના વર્ગ શિક્ષક શ્રીમતી રાજપ્રિયા રહેવરે બાળકોને અભ્યાસમાં કેવી રીતે આગળ વધવું અને ખાસ કરીને બાલિકાઓએ રોજિંદા જીવનમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન પૂરું પાડેલ. આજના પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષક શ્રી વસંતભાઈ વાળંદ સાહેબ ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે ખુબ આગળ વધવા આશીર્વચન પાઠવેલ. સમગ્ર વર્ષ દરમ્યાન ધોરણ-૮માં સારો દેખાવ કરનાર તમામ બાળકોને સ્મૃતિ ભેટ આપવામાં આવી. જે એચ મહેતા હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ પણ આજના પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોને સ્મૃતિ ભેટ આપી અને શૈક્ષણિક કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષક શ્રી લલિત ગરાસીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર ચૌહાણ કરેલ. અંતમાં બધા જ બાળકો માટે સમૂહ ભોજન અને સમૂહ ફોટોગ્રાફીનું પણ આયોજન શાળા પરિવાર તરફથી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!