
શબ્બીરભાઈ સુનેલવાલા
સંજેલી તાલુકાના વાંસિયા પ્રાથમિક શાળાના શિક્ષકનો વય નિવૃત્તિ સમારોહ યોજાયો..
પ. પુ.૧૦૮ ચરણદાસ બાપુ, દંડક રમેશભાઈ કટારા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ફતેપુરા તા.05
સંજેલી તાલુકા ના વાસીયા પ્રાથમિક શાળાના શિક્ષક વય નિવૃત થતા વિદાય સમારંભ કાર્યક્રમ તેમજ આનંદ આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય 108 ચરણ દાસ બાપુ ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અમે સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંમલીયાર, સહિત કાર્યકર્તાઓ પરિવારજનો શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રગટાવીને કાર્યક્રમ નો શુભારભ કરાયો હતો. વય નિવૃત્તિ બાદ આરોગ્ય સ્વસ્થ રહે અને બાકી નું જીવન સેવા કાર્ય માં વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.