દેવગઢ બારિયા તાલુકાના લાવરીયા ગામે પૈસાની ઉઘરાણી બાબતે એક ઈસમે બે વ્યક્તિ જોડે ઝગડો કર્યો…

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

દેવગઢ બારિયા તાલુકાના લાવરીયા ગામે પૈસાની ઉઘરાણી બાબતે એક ઈસમે બે વ્યક્તિ જોડે ઝગડો કર્યો…

 

દાહોદ તા.30

 

દેવગઢ બારીયા તાલુકાના લાવરીયા ગામે પૈસાની ઉઘરાણી બાબતે એક ઈસમે બે વ્યકિતો જોડે મારઝૂડ કરવાનું જાણવા મળેલ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના લાવરૈયા વાવ ગામના બાકભાઈ જવરાભાઈ બારીયાએ દેવગઢ બારિયા તાલુકાના તળાવ મુવાડા ગામના ગોલ્લાવ બારીયા ફળિયાના રહેવાસી અશ્વિન બારીયા તેમજ સંજય મનહર બારીયાને તમે અમારા ગામમાં પૈસાની ઉઘરાણી કરવા કેમ આવો છો. તેમા કહી માં બેન સમાણી ગાળો બોલી લાપટો ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપવામાં આવી હતી.

 

આ બનાવ સંદર્ભે અશ્વિન ભયલાભાઈ બારીયાએ સાગટાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાગટાલા પોલીસે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Share This Article