ફતેપુરા તાલુકાના બારસાલેડાના ગ્રામજનો દ્વારા સ્વખર્ચે નવીન રસ્તાનું કામગીરી શરૂ કરાઈ..

Editor Dahod Live
1 Min Read

શબ્બીરભાઈ સુનેલ વાલા :- ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના બારસાલેડાના ગ્રામજનો દ્વારા સ્વખર્ચે નવીન રસ્તાનું કામગીરી શરૂ કરાઈ..

 

ગ્રામ પંચાયતના સરપંચ ને વારંવાર રજૂઆત કરવા છતા પણ નવીન રસ્તાની કામગીરી નહીં કરતા ગ્રામજનોની પહેલ

 

ફતેપુરા તા.28

ફતેપુરા તાલુકાનાબારસાલેડા ગામે ગ્રામજનો દ્વારા નવીન રસ્તા શ્રીફળ વધેરી ધાર્મિક શ્લોકો બોલી નવીન રસ્તાનું નું ખાતમુહર્ત કરી ગામના આગેવાનો દ્વારા સ્વખર્ચે મોહનીયા (પોહટાળી) ફળિયા થી નવીન ગ્રામ પંચાયત ઘર સુધી રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી હતીઅગાઉ છેલ્લા ઘણા વર્ષો થી જવાબદાર સરપંચ ને વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તા ની કામગીરી નહિ કરાતા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે રસ્તા ની કામગીરી હાથ ધરી શરૂઆત કરવામાં આવી…જેમાં ગામના આગેવાન અને આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ તાવિયાડ, જી.એલ કટારા, ચતુરભાઈ કટારા,શંકરભાઈ કટારા હાજર રહ્યા હતા…

Share This Article