ગૌરવ પટેલ લીમખેડા
લીમખેડા તાલુકામાં લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે ડીજે વગાડતા ડીજે સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી: ૧૨ થી ૧૪ જેટલા ડીજે લીમખેડા પોલીસે ડિટેઇન કર્યા
લીમખેડા તાલુકામાં મોટા અવાજે ડીજે વગાડી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ભારતી ૧૪ જેટલા ડીજે સંચાલકો વિરુદ્ધ લીમખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 12 થી ૧૪ જેટલા દિવસ ડીજે ને ડિટેઇન કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લામાં હોળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થાય છે. આ લગ્ન સિઝનમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા લગ્ન યોજાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. અને બદલાતા સમયના વહેણમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજા ને બદલે ડીજે સ્થાન લઈ લીધું છે. જોકે મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે વગાડવા વિરુદ્ધ જિલ્લા કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટા અવાજે ડીજે વગાડવો એ પ્રતિબંધિત છે. ત્યારે કલેક્ટરના જાહેરનામાના કડક રીતે અમલવારી કરવા માટે લીમખેડા પોલીસે લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે ડીજે વગાડતા કાર્યવાહી હાથ કરવામાં આવી છે. લીમખેડા પોલીસે મોટા અવાજથી ડીજે વગાડતા ૧૨ થી ૧૪ જેટલા ડીજે ને ડીટેઈન કરી લીમખેડા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. તેમજ તેમના સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
