દાહોદમાં બીમારીથી કંટાળેલા 66 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બીમારીથી કંટાળેલા 66 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર..

દાહોદમાં બીમારીથી કંટાળેલા 66 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર..

દાહોદ તા.10

દાહોદ શહેરના ગોધરા રોડ પર બીમારીથી કંટાળેલા 66 વર્ષીય આધેડે ઘરમાં ટોયલેટની બારીમાં દોરી વડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી પંચરત્ન સોસાયટીના ૬૬ વર્ષીય સ્ટેનીલાઉસ જોસેફ મેકવાન છેલ્લા કેટલાય સમયથી મગજની બીમારીથી પીડાતા હોઈ અને તેમની સારવાર ચાલી રહી હતી. સ્ટેનિસલાઉસ બીમારીથી કંટાળી જતા ગતરોજ પોતાના ઘરે ટોયલેટમાં લાગેલા સરિયામાં દોરી વડે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈગ્નેશભાઈ જોસેફ મેકવાને દાહોદ શહેર પોલીસ મથકે જાહેરાત આપતાં દાહોદ શહેર પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article