ગરબાડા તાલુકાની મીનાક્યાર બોર્ડર પરથી બે મહિલાઓ તેમજ એક પુરુષ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા.

Editor Dahod Live
1 Min Read

ગરબાડા: મધ્યપ્રદેશ ગુજરાતની મિનાકયાર બોર્ડર પર બે મહિલાઓ તેમજ એક પુરુષ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા.

પોલીસે ત્રણેય ઇસમો પાસેથી  ૩૭,૦૦૦ ના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો…

ગરબાડા તા.03

ગરબાડા તાલુકાના મધ્યપ્રદેશ ગુજરાત મીનાક્યાર બોર્ડર પરથી પોલીસે બે મહિલા તેમજ એક પુરૂષ મળી કુલ ત્રણ લોકોને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટિયા ઝોલ ગામના દિનેશભાઈ મેસુભાઈ માવી ખારવા ગામના ગુંડીયા ફળિયાની થાવરીબેન ગલાભાઇ ગુંડીયા તેમજ ટૂંકી અનોપ તિતરીયા ફળિયાની નયનાબેન રૂમાલભાઈ ખરાડ મિણીયાના થેલામાં વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશ તરફથી ગરબાડા તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં મીનાક્યાર બોર્ડર પર પોલીસે તેમને રોકી તલાશી લેતા તેમના પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 286 જેટલાં પ્લાસ્ટિક ના ક્વાટરીયા મળી કુલ 37 હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ત્રણેય લોકો વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article