
બાબુ સોલંકી :- સુખસર
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફતેપુરાની સામાન્ય ચૂંટણી 2022 ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
સુખસર,તા.03
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફતેપુરાની સામાન્ય ચૂંટણી- 2022 ની તારીખ બે 02/02/2022 ના રોજ બજાર સમિતિ ફતેપુરાની મુખ્ય કચેરી ખાતે યોજવામાં આવી હતી.જેના પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યા છે.
જાહેર કરવામાં આવેલ પરિણામો મુજબ ખેડૂત વિભાગમાં કુલ ૧૬ ઉમેદવારોએ ઉમેદવારી કરી નથી જેમાં ચૌહાણ જીતેન્દ્રકુમાર રણજીતસિંહ ને-24,ડામોર પ્રફુલકુમાર દલસિંગભાઈ ને-24,લબાના કાળુભાઈ લીંબાભાઇ ચરપોટ ઝાલાભાઇ લખમાભાઇને-20,કટારા સુનિલભાઈ ધનજીભાઈ ને -17, ડીંડોર નાથુભાઈ ટીટાભાઈ-17, પારગી બચુભાઈ સરતાનભાઈ ને-17, ગરાસીયા શંકરભાઈ જગાભાઈ ને-16 પાંડોર ચતુરભાઈ વાલા ભાઇ ને-16 મચ્છર ભીખાભાઈ કલજીભાઈ ને-16 મતો મળતા જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે વેપારી મત વિભાગમાં કુલ-10 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.જેમાં અગ્રવાલ સુભાષચંદ્રને-51, ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોરને-37,કલાલ નરેશકુમાર વિઠ્ઠલદાસને-35,ખંડેલવાલ શંકરલાલ હરિવલ્લભને-34,મતો મળતા જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જો કે ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.જેમાં ચારેલ કચરાભાઈ વિરજીભાઇને-15 મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.