ઝાલોદ તાલુકાના લીમડી બાયપાસ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

દાહોદ તા.૨

ઝાલોદ તાલુકાના લીમડી ગામે બાયપાસ રોડ ઉપર એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી અન્ય એક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ 1 જાન્યુઆરી 2022ના રોજ એક મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ લીમડી ગામે બાયપાસ રોડ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી ફતેપુરા તાલુકાના કુપડા ગામે મહુડા ફળિયામાં રહેતા પંકજભાઈ મણિલાલ ડામોરની મોટરસાઈકલને અડફેટમાં લેતા પંકજભાઈ મોટર સાયકલ પરથી ફંગોળાઇ ગયા હતા અને તેઓને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.

આ સંબંધે કુપડા ગામે મહુડા ફળિયામાં રહેતા મણિલાલ દલાભાઈ ડામોરએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article