સંતરામપુર તાલુકાના મધ્યાન ભોજન તુવેર દાળ નો જથ્થો બે માસથી ફળવાયો નથી સંતરામપુર તાલુકાના 296 પ્રાથમિક શાળા અને 35 હજાર બાળકો પ્રાથમિક શાળાના બાળકોને ભોજન દરમિયાન તુવરદાળ મળતી નથી રોજ મેનુ પ્રમાણે ખીચડી અને રીંગણ બટાકાનું શાક આપવામાં આવે છે આદિવાસી બાળકો ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં ભૂખ્યા પેટે તમામ બાળકો શાળામાં આવતા હોય છે અને કેટલાક બાળકો પ્રાથમિક શાળામાં મધ્ય ભોજન નું જમવાનું મળે તેના ભરોસે બાળકો પ્રાથમિક શાળાની મધ્યાન ભોજન પર આશા રાખતા હોય છે આવા અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોને મધ્યાન ભોજનમાં તુવેરની દાળ બે માસથી આપવામાં આવતી જ નથી અને તેનો જથ્થો આગળથી ફાળવવામાં આવેલ જ નથી સરકારી તંત્રની ઘોર બેદરકારી જોવા મળે છે આવા ગરીબ બાળકો જોડે ગોર અન્ય થયેલો છે મળતી માહિતી મુજબ આ બાબતની છેલ્લા બે માસથી ભોજન માં તુવેર દાર ના મળતા બાળકોએ પોતાના વાલીઓને રજૂઆત કરતા વાત બહાર આવેલી છે આ રીતે ગત વર્ષે પણ બાળકોને ચણા પણ માં આવેલ નથી દર વર્ષે મધ્યાન ભોજન ની અંદર કઠોળ આઈટમમાં સરકારમાંથી ગુલ્લી મારી દેવામાં આવે છે મધ્ય ભોજન ની અંદર પણ લાલીયાવાડી બહાર આવેલી છે ગરીબ બાળકોને આપવામાં આવતું ભોજનમાં પણ સરકારે અને વહીવટી તંત્રમાં ખામી જોડાયેલી છે વહેલી તકે પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાન ભોજનમાં તુવર દાળ નો જથ્થો મળે અને બાળકોને ભોજન દરમિયાન તુવરદાળ મળે તેવી વાલીઓની માંગ ઉઠી છે.