ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પાલિકાની રખડતા ઢોર માલિકોને સૂચના,નગરમાં ઢોર રખડતા જોવાશે તો ઢોર માલિક સામે કાર્યવાહી થશે
સંતરામપુર તા.10
સંતરામપુર નગરપાલિકા દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરો અને પશુઓ પશુઓના માલિકોએ રખડતાં પશુઓને ઢોરોને સંતરામપુર નગરમાં છુટા મૂકવા નહીં આ આદેશ કરવામાં આવ્યો આ અંગેની નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે રખડતાં પશુઓના કારણે રાહદારી અને સ્થાનિક રહીશોને વારંવાર નુકસાન પહોંચાડતા હોય છે.નગરની અંદર ગંદુ કરી મૂકતાં હોય છે ચારે બાજુ ગોબર અને ગંદકી ફેલાવતા હોય છે અને સૌથી વધારે રસ્તાની વચ્ચોવચ બેસી ને ટ્રાફિક જામ કરી મૂકે છે રખડતા ઢોરોના માલિકોને નગરપાલિકાના ચીફ ઓફિસર જાહેર એલાઉન્સ કરીને સુચના આપવામાં આવેલી કે એ તમારા પશુઓને હવે નગરની અંદર છુટા મૂકવા નહીં નિયમોનું પાલન કરવાનું રહેશે જો હવે પછી નગરની અંદર રખડતા પશુઓ છુટા જોવા મળશે તો તમામ પશુઓને ડબ્બામાં ભરીને ગૌશાળામાં મોકલી આપવામાં આવશે અને પશુઓના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે આજથી જાહેર રખડતા પશુઓ તેને છુટા મૂકવા નહીં ઢોરના માલિકોએ તમામ ઢોર અને પશુઓ પોતાના ઘરે અથવા ખેતરમાં બાંધી રાખવા પરંતુ સંતરામપુરમાં એ પણ પશુ રખડતા ઢોર છુટ્ટા ફરતા સંતરામપુર નગરમાં એક પણ વિસ્તારમાં જોવા મળવાના જોઈએ આ રીતે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જાહેરમાં એલાઉન્સ કરાવ્યું હતું.