ઝાલોદમાં આવતીકાલે ઠક્કર બાપા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરાશે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રતિમા અનાવરણ વિધિ પણ યોજાશે,ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા કરાયું આયોજન.
દાહોદ તા.28
ઝાલોદ ના ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે આવતી કાલે શુક્રવાર ના રોજ સ્વ પૂજ્યશ્રી ઠક્કર બાપા ની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે તેમજ સ્વ પૂજ્ય શ્રી અંબાલાલ વ્યાસ ગુરુજી ની પ્રતિમા અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરશે ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ટીટોડી કુમાર આશ્રમ શાળામાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ઠક્કર બાપા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી તેમજ સ્વ પૂજ્ય શ્રી અંબાલાલ વ્યાસ ગુરુજીની પ્રતિમા અનાવરણ વિધિ નો કાર્યક્રમ આવતીકાલે શુક્રવારે યોજાશે. પંચમહાલ દાહોદ વિસ્તારમાં સન 1919 ના ભીષણ દુષ્કાળ ના નિરીક્ષણ તેમજ સન 1922 23માં ભીલ સેવા મંડળ દાહોદ ની સ્થાપના સ્વ પૂજ્યશ્રી ઠક્કર બાપા એ કરી હતી જે ઠક્કર બાપાની 150મી જન્મ જયંતીની ઉજવણી થનાર છે જેમાં ગણપત વસાવા બચુભાઈ ખાબડ જશવંતસિંહ ભાભોર યોગેશભાઈ પારગી કલેકટર વિજય ખરાડી કુલનાયક અનામિક ભાઈ શાહ સ્વામી માર્ગીય સ્મિત જી નરસિંહભાઈ હઠીલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશભાઈ કટારા ભાવેશભાઈ કટારા શૈલેષભાઈ ભાભોર વજેસિંહ પડદા ચંદ્રિકાબેન બારીયા કુબેરભાઈ ડીડોર એક આટલી મોટી સહિત બાબુભાઈ કટારા પ્રભાબેન તાવિયાડ સુધીરભાઈ લાલપુર વાળા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સમસ્ત કાર્યક્રમનું આયોજન ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા કરવામાં આવ્યું છે.