સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં શ્રાવણિયો જુગાર રમી રહેલા નવ ખેલીઓને પોલીસે અડધા લાખના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના ડબગરવાસમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા ૦૯ જુગારીઓને લીમડી પોલીસે ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂા.૫૫,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાની લીમડી નગર પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમડી નગરના ડબગરવાસમાં અંધારામાં ચોકમાં લાઈટના અજવાળામાં શ્રાવણીયો જુગાર રમી રહેલ નવ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા તેમજ મોબાઈલ ફોન તેમજ પત્તા પાના સહિતનો મુદ્દામાલ કબજે લઈ કુલ રૂા.૫૫,૬૧૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ નવ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં.
————————————–