શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ..
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે થઈ મહિસાગર જિલ્લામાં જતી દારૂ ભરેલી તુફાન ગાડી સહિત રૂપિયા 2,84,260 નો મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ કરતી કરતી પોલીસ
ફતેપુરા તા.11
ફતેપુરા તાલુકાના ઝેર ગામ તરફથી તુફાન ગાડી માં દારૂનો જથ્થો ભરી લઇ ડુંગર ગામે થઈ મહિસાગર જિલ્લા તરફ જતી વાહનને ફતેપુરા પોલીસ દ્વારા રૂપિયા 2 84 260 નો મુદ્દામાલ પકડી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે મળતી માહિતી અનુસાર દાહોદ
જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ તેમજ સી.પી.આઇ એમ.જી ડામોર ના દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાની સૂચના અને માર્ગદર્શન હેતલ ફતેપુરાના પી.એસ.આઇ સી.બી બરંડા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ. કલ્પેશભાઈ .તેમજ પીન્ટુભાઇ .પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝેર ગામ તરફથી તુફાન ગાડી નંબર જી જે 0 9 બી.જી.69 31 માં ઇંગ્લિશ દારૂ નો જથ્થો લઈને ડુંગર ગામે થઈને
મહિસાગર જિલ્લા તરફ જવાની છે જે બાતમીના આધારે ડુંગર ગામે રોડ ઉપર આડ સો મૂકી વોચ મા ઉભા હતા તે દરમિયાન ઝેર ગામ તરફથી તુફાન ગાડી આવતા પોલીસ જોઈ ગાડી મૂકી ડ્રાઇવર તેમજ બીજા ઈસમ અંધારાનો લાભ લઇને ભાગવા જતાં પોલીસ પાછળ દોડીને એક ઈસમને પકડી પાડી જ્યારે બીજો ઈસમ અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ થયો હતો તુફાન ગાડી માં 27 પેટી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ રૂપિયા 83.760
તથા તુફાન ગાડી રૂપિયા 2 00 000 તેમજ મોબાઈલ રૂપિયા 500 મળીને ફુલ રૂપિયા 2.84.260.નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાકેશ ઉર્ફે નટુ પરમા પારગી રહેવાથી ડુંગર ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે
